જામનગરની તમામ વિધાનસભા બેઠક પર ચુંટણી લડશે આમ આદમી પાર્ટી: કરમુર

  • June 05, 2021 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓકસીમીટર અને એન-95 માસ્કનું વ્યાજબી દરે વિતરણ થઇ રહયું છે : આપના નવનિયુકત પ્રમુખે પત્રકાર પરિષદમાં કરેલી જાહેરાત : સંગઠનને વધુ મજબુત બનાવવામાં આવશે : ત્રીજા વિકલ્પ તરીકે લોકોને એક વધુ ઓપ્શન અપાશે : મોંઘવારીથી લઇને મહામારીના મુદે લડત ચલાવવામાં આવશે: નવા સંગઠ્ઠન માળખાની રચના કરાઈ

છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાની મહામારીના કારણે અન્ય ક્ષેત્રોમાં શું ચાલી રહયું છે, શું નવા જૂની છે એ તરફ કોઇનું ઘ્યાન ન હતું એ જ રીતે રાજકીય તખતે આમ તો ઘણુંબધું ચાલી રહયું છે પરંતુ જે હાલ ચચર્ઓિમાં નથી, હવે જયારે કોરોના ટાઢો પડયો છે તેવા સમયે ધીમે ધીમે રાજકીય પટ ગરમ થાય એવા અણસારો મળી રહયા છે, આજે આમ આદમી પાર્ટી દ્વારા એવી ઘોષણા કરવામાં આવી છે કે ગુજરાતની 182 અને જામનગરની તમામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી ચુંટણી લડશે.

ગત વિધાનસભાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉભા રહયા હતા પરંતુ અમુક ચોકકસ કારણે સારો દેખાવ કરવા છતાં જીતી શકયા ન હતા, દરમ્યાનમાં દરેક જીલ્લાના સંગઠન માળખાને વધુ મજબુત અને વધુ વિશ્ર્વસનીય બનાવવાના હેતુ સાથે નવા સુકાનીઓ નિમવાની પ્રક્રિયા શ થઇ છે જે અંતર્ગત જામનગર ખાતે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે મજબુત આહિર નેતા કરસનભાઇ કરમુરની નિમણુંક કરવામાં આવી છે.

આજે આ સંબંધે યોજાયેલી પત્રકાર પરિષદમાં કરસનભાઇ કરમુરે એવી જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠક પર આગામી ચુંટણી લડવાનું નકકી કરવામાં આવ્યું છે એ અનુસાર જામનગર અને દેવભુમી દ્વારકાની તમામ સાત વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની ઝાડુ મેદાનમાં આવશે.

એમણે કહયું હતું કે હાલની તકે મહામારી અને મોંઘવારી પ્રજા સામે મોટો પડકાર છે, આ બંને મુદાઓને વિપક્ષના દ્રષ્ટીકોણથી અગ્રતા ક્રમ ઉપર મુકીને આગામી દિવસોમાં સત્તાધારીઓની આંખ ઉઘાડવા માટે ગાંધી ચિંઘ્યા રાહે આંદોલનો ચલાવવામાં આવશે અને બંને મુદા પર આમ આદમી પાર્ટી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપશે.

હાલમાં જામનગર સહિત ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા જરી એવા સાધન ઓકસીમીટરનું રાહત દરે વિતરણ ચાલી રહયું છે, ઓકસીજનનું લેવલ માપવા માટે ઉપયોગી એવું આ યંત્ર મહામારી બાદ એકાએક અનેકગણું મોંઘુ થઇ ગયું છે, આ સંજોગોમાં આપ લોકોને નજીવા દરે ઓકસીમીટર આપી રહી છે ઉપરાંત એન-95 માસ્ક પણ આપવામાં આવી રહયા છે.

ઓકસીમીટર ા. 250માં, એન-95 માસ્ક પણ વ્યાજબી ભાવે તથા સાદા માસ્ક માત્ર એક પીયામાં આપવામાં આવે છે અને આ વિતરણ માટે શહેરમાં જુદા જુદા સ્થળે 15 સેન્ટર નકકી કરવામાં આવ્યા છે, અત્રે નોંધનીય છે કે હાલમાં ઓકસીમીટરની બજાર કિંમત ા. 1000 થી વધુ છે.

એમણે કહયું હતું કે આમ આદમી પાર્ટી કોંગ્રેસની જેમ વિપક્ષની ભૂમિકા ભજવશે અને લોકોને પજવતા તમામે તમામ મુદાઓને હાથમાં લઇને જર પડયે લડત ચલાવવામાં આવશે.

આમ આદમી પાર્ટીએ ઠંડા પડેલા રાજકીય માહોલને ઉપરોકત ઘોષણાથી સ્વાભાવીક રીતે ગરમ કરી નાંખ્યું છે, એ વાત અલગ છે કે મહાનગરપાલીકાની ચુંટણીમાં પક્ષનો દેખાવ નબળો રહયો હતો અને ત્રીજા વિકલ્પ તરીકે જામનગરની પ્રજાએ આપને સ્વીકાર્યુ હોય એવા પરિણામ આવ્યા ન હતા પરંતુ એ સમયે સંગઠનની તાકાતનું કોઇ વજુદ હતું નહીં, જયારે હવે આહિર સમાજના પ્રમુખ એવા કરસનભાઇ કરમુરને પ્રમુખ પદની ટોપી પહેરાવવામાં આવી છે અને તેઓ એક અનુભવી રાજકારણી હોવાથી એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું સંગઠન જામનગરમાં મજબુત બનશે અને કદાચ વિધાનસભામાં એક ત્રીજા વિકલ્પ તરીકે પણ ઉભરી આવે તો નવાઇ પામવા જેવું નહીં.

આ પક્ષની પાછળ દિલ્હીના સફળ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ જોડાયેલું છે કે જેમણે કોરોનાની મહામારી દરમ્યાન દિલ્હીની બે કરોડની વસ્તી માટે અનેક ક્રાંતીકારી અને મોટા નિર્ણય લીધા હતા એ બધા અસરકારક સાબીત થયા હતા.

સુરતમાં મહાનગરપાલીકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરો દેખાવ કર્યો હતો એટલે ગુજરાતમાં ધીમા પગલે આમ આદમી પાર્ટી પ્રવેશ કરી રહી હોય એવા જે સંકેત મળી રહયા છે તે આવનારા વર્ષોમાં રાજકીય હવામાનને બદલી નાખવા માટે પણ કદાચ નિમિત બની શકે છે.

વિધાનસભાની ચુંટણી ની જ આમ તો વહેલી કહેવાય પરંતુ ટુંકી ચચર્િ કરીએ તો ધારો કે તમામ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાના મજબુત ઉમેદવારોને ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં ઉતારે તો પરિણામો અનિશ્ર્ચિત બની જશે, મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસમાંથી કોના માટે આમ આદમી પાર્ટી નુકશાનકારક સાબિત થશે એ તો ભવિષ્ય જ કહેશે પરંતુ પ્રજાને ત્રીજો વિકલ્પ મળશે એ વાત મહત્વની છે.

ઉપર કહયા મુજબ કોરોનાકાળમાં રાજકીય આલમમાં ઘણું ઘણું ચાલી રહયું છે જેમ કે કેટલાક પક્ષમાં જુથવાદ છે જે સપાટી પર આવતો નથી પરંતુ અંદરખાને બધાને દેખાય છે, કયાંક અબોલા જેવું વાતાવરણ પણ છે, જો કે જાહેરમાં તો એકટીંગ એવી કરાય છે કે એકને બીજા સામે વાંધો નથી, વાસ્તવીક સ્થીતી એ છે કે જો મોકો મળે તો એક બીજાની રાજકીય સ્તરે ગરદન વધેરી નાખવામાં જરા પણ તક ચુકે એમ નથી, તો કોઇ પક્ષમાં નિમણુંકો જ અટકી ગઇ છે, કોના હાથમાં કમાન્ડ છે એ જ ખબર નથી, અંદરખાને ઘણું બધું ચાલી રહયું છે અને કોરોનાકાળમાં જુદી જુદી સેવાઓ કાર્યરત કરતી વેળાએ છુપો જુથવાદ રાજકીય પક્ષોમાં જોવા પણ મળ્યો છે, પણ કોરોનાના વેવના કારણે આ બધી વાતો પરદા પાછળ જ રહી છે.

હવે જયારે આમ આદમી પાર્ટીએ જામનગરની રાજકીય કારને પહેલા ગેરમાં નાંખી છે, ફરી માહોલ દોડતો થવાનો છે અને આ નવા સમીકરણ આગામી વર્ષોમાં જામનગરના રાજકીય તખતા પર કેવો બદલાવ લાવે છે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે, રાજકીય વિશ્ર્લેષકો પણ ઇંતજાર કરી રહયા છે.

પત્રકાર પરિષદમાં નવનિયુકત પ્રમુખ કરસનભાઇ કરમુર, જીલ્લાના પ્રમુખ તરીકે નિમાયેલા ભાવેશભાઇ સભાયા, પ્રદેશ સંગઠન મંત્રી દુર્ગેશભાઇ ગડલીંક, પૂર્વ શહેર પ્રમુખ દિલીપસિંહ જાડેજા, વજશીભાઇ વારોતરીયા, સુખુભા જાડેજા, અશ્ર્વીનભાઇ વારા, ધવલ ઝાલા, ચેતનાબેન માણેક અને શહેર ઉપપ્રમુખ તથા મિડીયાનો હવાલો ધરાવતા આશિષભાઇ કંટારીયા ઉપસ્થીત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS