જોડિયામાં એસ.આઈ.આર.ના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ: તંત્રને આવેદનપત્ર પાઠવ્યું
જોડિયામાં એસ.આઈ.આર.ના મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ સ્વરૂપ રેલી યોજાઈ: તંત્રને આવેદનપત્ર પાઠવ્યું
February 03, 2026 11:21 AM
સમગ્ર દેશભરના અનેક રાજ્યમાં એસ. આઈ. આર.ના મુદાના વિરોધ સ્વરુપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રેલી અને તંત્રને આવેદનપત્ર નો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે જોડિયા સહિત તાલુકામાં લધુમતી સમાજ દ્વારા એસ. આઈ. આરના સંદર્ભમાં મતદાર યાદી સુધારવાના કાર્યક્રમ અંતર્ગત પોતાના લોકોના નામ કમી થતાં સ્થાનિક તંત્ર સામે વિરોધ થઈ રહ્યો છે.
જોડિયાના મુસ્લિમ સમાજના આગેવાનોએ જીલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઇ રાઠોડની આગેવાનીમાં તાજેતરમાં જોડિયા ખાતે એસ. આઈ. આરના વિરોધ સ્વરૂપ રેલી યોજીને સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને મતદાર યાદીમાં નામ કમી કરવા બાબત વિરોધ નોંધાવ્યો છે.
પુનઃ મતદાર યાદી કાર્યકમ હેઠળ ભાજપા સરકારના ઈશારે બી. એલ. ઓ. દ્વારા જોડિયા મુસ્લિમ સમાજના ૧૨૦૦ જેટલા નામો કમી કરી નાખ્યા છે, તેવા આક્ષેપો સાથેનો આવેદનપત્ર માં ઉલ્લેખ કરાયો છે.