આધારકાર્ડનું કામ આજથી ૧૮ વોર્ડ ઓફિસમાં શરૂ

  • April 01, 2025 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ દિવસથી જ બજેટ અંતર્ગત લેવાયેલ નિર્ણયના અનુસંધાને દરેક વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી કેન્દ્ર સેવાની અમલવારી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા શરૂ કરવામાં આવી હતી. મનપામાં અરજદારોની લાંબી લાઇન હવે ભુતકાળ બનશે. વોર્ડ ઓફિસે સવારે ૧૦-૩૦થી બપોરે ૪ સુધી કામ થશે. વહેલા તે પહેલાના ધોરણે કામગીરી થશે અને ટોકન સિસ્ટમ અમલી રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત માસ દરમ્યાન બજેટમાં જાહેર થયેલ યોજનાના સમયબધ્ધ અમલીકરણ બાબતે લગત અધિકારીઓ સાથે ચર્ચા કરી વિસ્તૃત માહિતી મેળવવામાં આવેલ, જેના અનુસંધાને "દરેક વોર્ડ ઓફિસ ખાતે આધાર કેન્દ્ર સેવા સત્વરે અમલી બનાવવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા જરૂરી સુચના આપવામાં આવી હતી.

સરકારના યુ.આઇ.ડી.એ.આઇ. દ્વારા નાગરિકોને આધાર નોંધણીની સુવિધા દેશભરમાં અમલી બનેલ છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમો જેવા કે પોસ્ટ ઓફિસો, બેન્ક કચેરીઓ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે. ઉક્ત તમામ સ્થળે ઘણી જ મર્યાદિત સંખ્યામાં ટોકન આપીને આધાર નોંધણીની સેવા આપવામાં આવતી હોઇ. મહાનગરપાલિકાની ત્રણેય ઝોન ઓફિસ ખાતે આધાર નોંધણી કેન્દ્રો કાર્યરત છે, ત્યાં ખાતે પણ લોકોનો ઘણો વધુ ધસારો રહેતો હોવાનુ ધ્યાને આવ્યુ હતું.

શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટેની દિશામાં પહેલ કરતા શહેરીજનોને લાંબી કતારમાંથી મુક્તિ મળે, પોતાના ઘરથી નજીકના સ્થળે પોતે આધાર નોંધણી કરાવી શકે, સમયની બચત થાય અને હાલાકી ઓછી થાય તેવા શુભ આશયથી તેમજ રાજકોટ શહેરની વધતી વસતિ અને વિસ્તારને ધ્યાને લઇ, લોકોની સુવિધા માટે વોર્ડવાઇઝ એક-એક આધાર નોંધણી કીટ ઉપલબ્ધ કરાવવાનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં વિશેષ જોગવાઇ કરવામાં આવી હતી.

દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા તા.૧૧-૨-૨૦૨૫ના રોજ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્ર અંતર્ગત વોર્ડ વાઇઝ આધાર કેન્દ્રો અંગેની જાહેરાત કરવામાં આવેલ, જેનુ ત્વરિત અમલીકરણ કરાવવા સંબંધિત અધિકારીઓને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા જરૂરી સુચનાઓ આપવામા આવી હતી. જે મુજબ નવા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી એટલે કે, નવા નાણાકિય વર્ષની શરૂઆતથી આજરોજ તા.૧-૪-૨૦૨૫થી રાજકોટ શહેરના જે તે વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકો નીચે દર્શાવ્યા મુજબની લાગુ પડતી નજીકની વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી કરાવી શકશે.

આધાર નોંધણી-સુધારા માટે વહેલા તે પહેલાના ધોરણે કામગીરી કરવામાં આવશે, વિશેષમાં અરજદારોના વધુ ઘસારાને ધ્યાને લઇ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે જે સર્વેને બંધનકર્તા રહેશે. પોતાના ઘરથી નજીકની વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી સેવાનો મહત્તમ ઉપયોગ કરવા માટે સ્ટે.કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ અપિલ કરેલ છે. વિશેષમાં, તેઓ દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના સમયબધ્‍ધ અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આધાર નોંધણી-સુધારા માટે વહેલા તે પહેલાના ધોરણે કામગીરી કરવામાં આવશે, વિશેષમાં અરજદારોના વધુ ઘસારાને ધ્યાને લઇ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે જે સર્વેને બંધનકર્તા રહેશે. પોતાના ઘરથી નજીકની વોર્ડ ઓફિસ ખાતે આધાર નોંધણી સેવાનો મહત્તમ ઉપયોગ કરવા માટે સ્ટે.કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર એ અપિલ કરેલ છે. વિશેષમાં, તેઓ દ્વારા આવનારા દિવસોમાં બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓના સમયબધ્‍ધ અમલીકરણ માટે લગત અધિકારીઓ સાથે સમયાંતરે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વોર્ડવાઇઝ આધારકાર્ડ કેન્દ્રનું સરનામું

ક્રમ-----વોર્ડ ઓફિસનું સરનામું

૧.વોર્ડ નં..૧ની વોર્ડ ઓફીસ, રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ.

૨.વોર્ડ નં.૨ની વોર્ડ ઓફીસ, ગીત ગુર્જરી સોસાયટી મેઈન રોડ, રામેશ્વર ચોક

૩.વોર્ડ નં..૩(ક)ની વોર્ડ ઓફીસ, આસ્થા ચોક, સાધુ વાસવાણી કુંજ રોડ

૪.વોર્ડ નં.૪ની વોર્ડ ઓફીસ, દેવલોક રેસિડેન્સી સામે, જુનો મોરબી રોડ, રાજેશ ઓઈલ મિલ સામે.

૫.વોર્ડ નં.૫ની વોર્ડ ઓફીસ, અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ પાસે, પેડક રોડ

૬.વોર્ડ નં.૬ની વોર્ડ ઓફીસ, મયુરનગર શેરી નં.૩, રાજમોતી ઓઈલ મિલની પાછળના ભાગે

૭.વોર્ડ નં.૭ની વોર્ડ ઓફીસ, જુના એસ્ટ્રોન સિનેમા પાસે, બગીચાની બાજુમાં

૮.વોર્ડ નં..૮ની વોર્ડ ઓફીસ, સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, સોજીત્રાનગર, રૈયા રોડ

૯.વોર્ડ નં.૯ની વોર્ડ ઓફીસ, અભયભાઈ ભારદ્વાજ કોમ્યુ.હોલ સામે, સાધુ વાસવાણી રોડ

૧૦.વોર્ડ નં.૧૦ની વોર્ડ ઓફીસ, રોયલ પાર્ક-૮ કોર્નર, કે.કે.વી.સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૧૧.વોર્ડ નં.૧૧ની વોર્ડ ઓફીસ, મલ્ટી એક્ટિવિટી સેન્ટરની બાજુમાં, નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ.

૧૨.વોર્ડ નં.૧૨ની વોર્ડ ઓફીસ, મવડી ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ

૧૩. વોર્ડ નં.૧૩ કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર, વોર્ડ નં.૧૩ની વોર્ડ ઓફિસની બાજુમાં, ગુરૂપ્રસાદ ચોક પાસે.

૧૪.વોર્ડ નં.૧૪ની વોર્ડ ઓફીસ, સ્વિમીંગ પુલની બાજુમાં, સિંદુરીયા ખાણ પાસે, કોઠારિયા રોડ

૧૫.વોર્ડ નં.૧૫ની વોર્ડ ઓફીસ, મોહનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલ સામે, અમુલ સર્કલ, ૮૦ ફૂટ રોડ

૧૬.વોર્ડ નં.૧૬ની વોર્ડ ઓફિસ, મેહુલ નગર શેરી નં.૬, કોઠારિયા રોડ

૧૭.વોર્ડ નં.૧૭ની વોર્ડ ઓફીસ, ગોપાલ ટી-સ્ટોલની બાજુમાં, કલ્યાણ હોલ સામે, સહકાર મેઇન રોડ

૧૮.વોર્ડ નં.૧૮ની વોર્ડ ઓફીસ, ખોડલધામ રેસિડેન્સી-૪ની સામે, સ્વાતિ પાર્ક મેઈન રોડ

૧૯-પૂર્વ ઝોન ઓફિસ-ઝવેરચંદ મેઘાણી વિભાગીય કચેરી, રાજમોતી ઓઇલ મિલની સામે, ભાવનગર રોડ.

૨૦.મધ્યસ્થ ઝોન ઓફિસ-ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, બસ પોર્ટની બાજુમાં.

૨૧.પશ્ચિમ ઝોન ઓફિસ-હરિસિંહજી ગોહિલ વિભાગીય કચેરી, બિગ બજાર પાછળ, ૧૫૦ ફૂટ રીંગ રોડ.


વોર્ડ ઓફિસના આધાર કેન્દ્રમાં આટલા કામ થશે

સવારે ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક સુધી આધાર નોંધણી કેન્‍દ્રો ખાતે નીચે મુજબની કામગીરી કરવામાં આવશે.

-નવું આધાર એનરોલમેન્‍ટ (માત્ર ૦ થી ૧૭ વર્ષની વયના લોકો માટે)

-નામમાં સુધારો

-સરનામામાં સુધારો

-જન્‍મ તારીખમાં સુધારો

-જાતિ(પુરૂષ/સ્ત્રી/અન્ય)માં સુધારો

-બાયોમેટ્રિક (ફોટો +‌ફિંગરપ્રન્‍ટ+‌આઇરીસ) અપડેટ

-મોબાઇલ નંબર અપડેટ

-ઇમેઇલ આઇ.ડી. અપડેટ

-ડોક્યુમેન્‍ટસ અપડેટ

-બપોરે ૪:૦૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી આધાર નોંધણી કેન્‍દ્રો પર નીચે મુજબની કામગીરી કરવામાં આવશે:

-આધાર બાબતે નિયત થયેલ ડોક્યુમેન્‍ટ્સ અન્‍વયે અરજદારોને માહિતી આપવી

-આધાર સ્ટેટસ ચેકિંગ

-અન્ય ટેકનિકલ કામગીરી

-૧૮ વર્ષથી વધુ વયના નાગરિકોના નવા આધારકાર્ડ કઢાવવા માટે લગત ઝોન ઓફિસનો સંપર્ક કરવાનો રહેશે.

-હોમ એનરોલમેન્‍ટ માટે માત્ર મધ્યસ્થ ઝોન કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application