તાજેતરમાં એલપીજી ડિલિવરી મેન દ્વારા આધાર-આધારિત ઇકેવાયસી દ્વારા લોકોને તેમની ઓળખ ચકાસવા માટે કહેવામાં આવી રહ્યું છે? આ પ્રક્રિયા કાયદેસર ગ્રાહકો દ્વારા જ એલપીજી કનેક્શન રાખવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સરકારી ઓઈલ કંપ્નીઓ દ્વારા વ્યાપક પહેલનો એક ભાગ છે.
ભારત સરકારે એલપીજીના ગ્રાહકો માટે આધાર-આધારિત ઇકેવાયસી પ્રમાણીકરણ શરૂ કર્યું છે. ઓઈલ મંત્રી હરદીપ સિંહ પુરીએ સમજાવ્યા મુજબ આ પગલાનો ઉદ્દેશ્ય એવા બોગસ ગ્રાહકોને ઓળખવા અને દૂર કરવાનો છે જેઓ ઘરેલું એલપીજી સબસિડીનો દુરુપયોગ કરે છે. આ પહેલ દ્વારા એવી વ્યાપારી સંસ્થાઓ કે જે ખોટા ગ્રાહકોના નામે એલપીજીનું બુકિંગ કરે છે તેમને રોકવાનો છે.
દાખલા તરીકે, 14.2-કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમત લગભગ 803 રૂપિયા છે, જ્યારે 19-કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,646 રૂપિયા છે. આધાર દ્વારા ઓળખની ચકાસણી કરીને, સરકાર આ વિસંગતતાઓને કાબૂમાં રાખવાની અને સબસિડી યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવાની આશા રાખે છે. આ પ્રોસેસ ફ્રી છે. હાલમાં, ઑઇલ માર્કેટિંગ કંપ્નીઓ અથવા કેન્દ્ર સરકાર દ્વારા ઇકેવાયસી પ્રોસેસ પૂર્ણ કરવા માટે કોઈ સમયમયર્દિા લાદવામાં આવી નથી. મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટતા કરી હતી ગ્રાહકો કોઈપણ ઉતાવળ વિના તેમની સુવિધા અનુસાર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કાયદેસર ગ્રાહકોને એલપીજી સિલિન્ડરની ફાળવણી કરવામાં આવે તેની ખાતરી કરવા માટે ઇકેવાયસી પ્રક્રિયા આઠ મહિનાથી વધુ સમયથી ચાલી રહી છે. તેમણે ખાતરી આપી કે પ્રક્રિયાને અનુકૂળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ગ્રાહકો તેમની ચકાસણી પૂર્ણ કરવા માટે બહુવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.
એલપીજી માટે આ રીતે કરી શકાય ઇકેવાયસી
ડિલિવરી દરમિયાન: એલપીજી ડિલિવરી કર્મચારીઓ મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમારી આધાર વિગતો મેળવી શકે છે. પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી પ્રાપ્ત મળશે.
ડિસ્ટ્રીબ્યુટરના શોપ પર: તમે ઇકેવાયસી પ્રક્રિયા માટે તમારી સુવિધા અનુસાર તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસની મુલાકાત લઈ શકો છો.
મોબાઈલ એપ્નો ઉપયોગ: તમે ઓઈલ કંપ્નીઓ દ્વારા પૂરી પાડવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્વતંત્ર રીતે ઇકેવાયસી પૂર્ણ કરી શકો છો. જેની નીચે મુજબ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech