દિવાળી પૂર્વે અરજીઓના સબમિશનમાં ભુલો કરવા બદલ આધાર ઓથોરિટી દ્રારા રાજકોટ મહાપાલિકાના આધારકાર્ડ કેન્દ્રના ૧૮ ઓપરેટરને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવતા મહાપાલિકાની વેસ્ટ ઝોન અને ઇસ્ટ ઝોન કચેરીમાં આધારકાર્ડ કેન્દ્રની કામગીરી સંપૂર્ણ બધં થઇ ગઇ છે જેના કારણે સેન્ટ્રલ ઝોન કચેરીમાં દરરોજ અરજદારો ઉમટી પડતા હોય લાંબી લાઇન લાગે છે. સેન્ટ્રલ ઝોનમાં દરરોજ ૪૦૦ જેટલા અરજદારો આવે છે જેની સામે ફકત ચાર જ કીટ કાર્યરત હોય ત્રણ–ત્રણ કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ માંડ વારો આવે છે, આમ દિવાળી પૂર્વે સર્જાયેલી સ્થિતિ દેવ દિવાળી પછી પણ મતલબ કે પખવાડિયા પછી પણ સ્થિતિ થાળે પડી નથી અને હજુ આગામી એક પખવાડિયા પછી પણ થાળે પડે તેવા કોઇ નિર્દેશ નથી.
રાજકોટ મહાપાલિકાના આધાર કેન્દ્ર વિભાગના નોડલ ઓફિસર આરદેશણાએ જણાવ્યું હતું કે આધાર કાર્ડની ઓનલાઇન અરજીના સબમીશનમાં ભુલો આવવાના કારણે અરજીઓ રિજેકટ થતી હોય આ મામલે આધાર ઓથોરિટી દ્રારા દિવાળી પૂર્વે ૧૮ જેટલા ઓપરેટરને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ખરેખર ભુલ થવાનું કારણ ઓપરેટરની ભુલ નહીં પરંતુ ટેકનિકલ ફોલ્ટના કારણોસર ભુલ થતી હતી અને અરજીઓ રિજેકટ થતી હતી પરંતુ તે બાબતને ધ્યાને લીધા વિના ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવતા હાલમાં આધાર કાર્ડ કેન્દ્રની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે, સસ્પેન્શન પરત ખેંચવા માટે આધાર ઓથોરિટીને ઇમેઇલ કરી ઉપરોકત બાબતની જાણ કરાઇ છે પરંતુ આજ દિવસ સુધી કોઇ પ્રત્યુતર આવ્યો નથી જેના પરિણામે સમગ્ર શહેરના તમામ અરજદારોનો ધસારો સેન્ટ્રલ ઝોન કચેરીએ થાય છે અને તેવા કારણે લાઈન લાગે છે તેમજ વારો આવવામાં વિલબં થાય છે.
તેમણે ઉમેયુ હતું કે આધાર કેન્દ્રમાં બેસતા ઓપરેટરોને અગાઉ સ્પેશ્યલ ટ્રેનિંગ આપવી પડે છે અને ટ્રેનિંગ મેળવી હોય તેવા ઓપરેટર જ સુયોગ્ય રીતે સમય મર્યાદામાં કામ કરી શકે છે આથી અહીં અન્ય ઓપરેટર બેસાડી શકાતા નથી. રાજકોટ શહેરમાં બેંકો અને પોસ્ટ ઓફિસ સહિત અલગ અલગ ૨૫ જેટલા સ્થળોએ આધાર કાર્ડની કામગીરી થાય છે ત્યારે યાં સુધી મહાપાલિકાના આધાર કેન્દ્રોમાં સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અન્ય કેન્દ્રોની સેવાનો લાભ લેવા પણ નાગરિકોને અપીલ છે
અરજદારોને બેન્કો–પોસ્ટ ઓફિસોમાં જવા અપીલ જાતે આવડે તો ઓનલાઇન અપડેટ પણ કરી શકાય
રાજકોટ શહેરમાં મહાપાલિકા ઉપરાંત બેંકો અને પોસ્ટ ઓફિસોમાં પણ આધારકાર્ડની તમામ કામગીરી થતી હોય અરજદારોને મહાપાલિકાના આધારકાર્ડ કેન્દ્રમાં સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી બેંકો અને પોસ્ટ ઓફિસોમાં જવા માટે અપીલ કરવામાં આવી છે. આધારકાર્ડમાં જો સામાન્ય બાબત અપડેટ કરવાની હોય તો દસ્તાવેજી પુરાવાઓ રજુ કરીને જાતે પણ ઓનલાઇન અપડેટ કરી શકાય છે. આ માટે આધાર ઓથોરિટીની વેબસાઇટ ઉપર જવાનું રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech