અયોધ્યામાંથી એટીએસની ટીમે બે શકમંદની ધરપકડ કરી

  • January 19, 2024 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં પ્રાણ પ્રતિા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન સુરક્ષાને લઈને પણ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કેનેડામાં માર્યા ગયેલા સુખા ડંકે અને અર્શ દલા ગેંગના બે શકમંદોની અયોધ્યામાંથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એટીએસની ટીમે બંનેની અટકાયત કરી છે. ઇન્ટેલિજન્સ ટીમ બંને શકમંદોની પૂછપરછ કરી રહી છે.
આ પહેલા પણ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ એટલે કે એટીએસે અલીગઢમાં આઈએસઆઈએસ મોડુલ સંબંધિત કેસમાં કાર્યવાહી કરી હતી. યુપી એટીએસ દ્રારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર અધિકારીઓને કેટલાક લોકો વિશે માહિતી મળી હતી જેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

મળતી માહિતી મુજબ, યુપી એટીએસની ટીમ ડંકે ગેંગ સાથે સંકળાયેલા સંદિગ્ધ ધરમવીર અને તેના સહયોગીની પૂછપરછ કરી રહી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અર્શ દલાને મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં રાખ્યો છે. આ ઘટના બાદ મંદિર પરિસર અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર વધુ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

યુપી એટીએસ દ્રારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર અધિકારીઓને કેટલાક લોકો વિશે માહિતી મળી હતી જેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હતા. આરોપીઓ આઈએસઆઈએસથી પ્રેરિત રાષ્ટ્ર્રવિરોધી યોજનાઓ ઘડી રહ્યા હતા. અત્યાર સુધીમાં અબ્દુલ્લા અરસલાન, માઝ બિન તારિક અને વજીહત્પદ્દીન સહિત કુલ ૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને એક વ્યકિતએ કોર્ટમાં આત્મસમર્પણ કયુ હતું.

ફૈઝાન બખ્તિયાર પર ઇનામ જાહેર

ઉલ્લેખનીય છે કે યુપી એટીએસ દ્રારા વોન્ટેડ ફૈઝાન બખ્તિયાર પર ૨૫ હજાર પિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. એટીએસ, તેના ગુચર નેટવર્ક અને સર્વેલન્સ ઓપરેશન્સ દ્રારા, અલીગઢમાં સફળતાપૂર્વક ફૈઝાનની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન, ફૈઝાને તેના અગાઉ પકડાયેલા સાથીઓ સાથે પ્રયાગરાજના રહેવાસી રિઝવાન અશરફ પાસેથી આઈએસઆઈએસમાં શપથ લીધાનું કબૂલ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News