પોઝીટીવ દર્દીઓને ઘરે મોકલી દેવાના પ્રશ્ર્ને એએમસી અને નગરસેવીકા વચ્ચે ભારે તડાફડી

  • April 09, 2021 08:28 PM 

મિટીંગ ચાલુ હોવા છતા નગરસેવીકા મમાં ઘુસી ગયા-એએમસી : આસી. કમિશ્ર્નરે મને ગેટઆઉટ કહીને ઉઘ્ધત વર્તન કર્યુ : વિપક્ષી સભ્યોના મ્યુ. કમિશ્નર કચેરી ખાતે ધરણા : રાજયના મુખ્યમંત્રીને નગરસેવીકા રચના નંદાણીયાએ લખ્યો પત્ર

જામનગર શહેરમાં મહાપાલીકાના દ્વારે કોરોનાનું ટેસ્ટીંગ કરાય છે તેમાં સાત જેટલા દર્દીઓ પોઝીટીવ હોવા છતા તેઓને ઘેર મોકલી દેવામાં આવ્યા હતા આ અંગે નગરસેવીકા રચના નંદાણીયાએ આસી. કમિશ્ર્નર ભાવેશ ડાંગરને રજુઆત કરતા આ બંને વચ્ચે ભારે તુ તુ મે મે થઇ હતી અને એક સમયે નગરસેવીકાને આસી. કમિશ્નરે ગેટઆઉટ કહેતા મામલો બિચકયો હતો અને સાંજે વિપક્ષના સભ્યોએ આ મામલે કડક પગલા લેવા મ્યુ. કમિશ્નરની કચેરીએ ધરણા કયર્િ હતા.

નગરસેવીકા રચના નંદાણીયાના જણાવ્યા મુજબ હું મહાપાલીકાના ગેઇટ પાસે પુછવા ગઇ હતી કે આજે કેટલા પોઝીટીવ આવ્યા છે ત્યારે ત્યાના કર્મચારીએ જવાબ આપ્યો હતો કે 97માંથી 5 થી 7 જેટલા લોકો પોઝીટીવ આવ્યા છે, આ સમયે આસી. કમિશ્ર્નર હાજર હતા અને તેમને રજુઆત કરાઇ હતી, ત્યારબાદ કોરોનાની એક મહત્વની મિટીંગ ચાલી રહી હતી ત્યારે નગરસેવીકા આ મિટીંગમાં જઇને આસી. કમિશ્ર્નરને રજુઆત કરી હતી ત્યારે આ બંને વચ્ચે ભારે તડાફડી બોલી હતી, આસી. કમિશ્ર્નરે કહયુ હતું કે મિટીંગ ચાલુ છે ત્યારબાદ રજુઆત કરજો એક તબકકે તેમણે રચના નંદાણીયાને ગેટઆઉટ કહીને સિકયોરીટી બોલાવવાનું કહયુ હતું.

આ મામલે સાંજે મ્યુ. કમિશ્ર્નર કચેરી પાસે સભ્યોએ ધરણા કયર્િ હતા, રચના નંદાણીયાએ જણાવ્યુ હતું કે મંડપ તુટી ગયો હોવાથી કીટ બગડી જશે એટલે મંડપનું કાપડ નવુ નખાવવું આ તેમની રજુઆત હતી, આ પ્રશ્ર્ને ભારે ઉહાપોહ થયો હતો. બીજી તરફ રચના નંદાણીયાએ રાજયના મુખ્યમંત્રી વિજય પાણીને પત્ર લખીને આસી. કમિશ્ર્નર ભાવેશ ડાંગર સામે પગલા લેવા માંગણી કરી હતી, અને આ પત્રમાં જણાવ્યુ હતું કે હું કેટલા પોઝીટીવ કેસ છે તે અંગે પુછવા ગઇ હતી ત્યારે તેમ પણ પુછયુ હતું કે તમે પોઝીટીવ દર્દીને શા માટે ઘેર મોકલી દો છો, આ મંડપ તુટી ગયો છે જેને હીસાબે કીટ બગડી જાય છે પરંતુ તેઓ જવાબ આપ્યો ન હતો અને અધિકારીને ન છાજે તેવુ વર્તન કરીને ગેટઆઉટ કહયુ હતું, ત્યારબાદ સિકયુરીટી બોલાવવાનું કહીને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો આ અંગે કડક પગલા લેવા પત્રમાં માંગણી કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)