આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) ટેક્નોલોજીની મદદથી હવે કોઈ વ્યક્તિના મૃત્યુના દિવસની આગાહી કરી શકાશે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિક બ્રેન્ટ ફ્રાન્સને ’ડેથ ક્લોક’ નામની એઆઇ સંચાલિત એપ બનાવી છે. તેઓ દાવો કરે છે કે તેની મદદથી વ્યક્તિના મૃત્યુનો દિવસ લગભગ સચોટ રીતે નક્કી કરી શકાય છે. આ એક પ્રકારની ચેતવણી પણ છે. ડેથ ક્લોક યુઝર્સને સૂચવે છે કે મૃત્યુના જોખમથી બચવા માટે જીવનશૈલીમાં શું સુધારો કરી શકાય છે. માહિતી અનુસાર, ડેથ ક્લોક લોકોમાં વધુને વધુ લોકપ્રિય થઈ રહી છે. જુલાઈમાં લોન્ચ થયા બાદ આ એપ્ને 1.25 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. ફિટનેસ અને હેલ્થ કેટેગરીમાં એપ ટોપ પર છે. તે પાંચ કરોડ સહભાગીઓ અને 1,200 થી વધુ આયુષ્ય અભ્યાસના આધારે તૈયાર કરવામાં આવી હતી. એપ્લિકેશન મૃત્યુના સંભવિત દિવસની આગાહી કરવા માટે વ્યક્તિના આહાર, કસરત, તણાવ સ્તર અને ઊંઘ વિશેની માહિતીનો ઉપયોગ કરે છે.
ડેથક્લોક એપ ડાઉનલોડ કયર્િ પછી યુઝર્સે તેમના સ્વાસ્થ્ય ડેટા અને જીવનશૈલી સંબંધિત 25 પ્રશ્નોના જવાબ આપવા પડશે. ઉદાહરણ તરીકે, દરરોજ કેટલો સમય કસરત કરો છો? તમે ધૂમ્રપાન કરો છો કે નહીં? શું કોઈ પ્રકારની લાંબી બીમારી છે? ડેથ ક્લોક ડેટાના આધારે મૃત્યુના દિવસનો અંદાજ લગાવે છે. ફ્રાન્સેન કહે છે કે એપ્નો હેતુ લોકોને તેમની જીવનશૈલી સુધારવા માટે પ્રેરિત કરવાનો છે.
રિપોર્ટ અનુસાર, વ્યક્તિની આયુષ્ય અને તેની આર્થિક સ્થિતિ વચ્ચે સીધો તફાવત છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના તાજેતરના સંશોધનમાં સૌથી અમીર અને ગરીબ લોકોના જીવનના વર્ષોમાં પુરુષો માટે 15 વર્ષ અને સ્ત્રીઓ માટે 10 વર્ષનો તફાવત જોવા મળ્યો છે. તેનો અર્થ એ છે કે ગરીબ પુરુષો કરતાં અમીર પુરુષો સરેરાશ 15 વર્ષ વધુ જીવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના જન્મગત નાગરિકતા નાબુદીના આદેશ સામે સ્ટે
January 24, 2025 11:35 AMજેહના રૂમમાંથી ચીસો સંભળાઈ: સૈફ
January 24, 2025 11:33 AMત્રણ વર્ષમાં બેંગલુરુ-દિલ્હીમાં શરૂ થશે દેશની પ્રથમ ડ્રોન-એરટેક્સી
January 24, 2025 11:32 AMબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech