BREAKING NEWS

તમિલનાડુમાં વિજયને સત્તાથી દૂર રાખવા એઆઈડીએમકે અને ડીએમકે વચ્ચે ચર્ચા

  • May 07, 2026 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તમિનાડુમાં ટીવીકેએ ૧૦૮ બેઠક મેળવીને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, અને તેને બહત્પમતી માટે વધુ ૧૦ બેઠકની જર છે તો બીજી તરફ સત્તા માટે એકબીજાના કટ્ટર હરીફ પક્ષો વચ્ચે ગુ રાહે વાટાઘાટો શ થયાના અહેવાલો છે. એકબીજાના દુશ્મન ગણાતાએઆઈડીએમકે અને ડીએમકે એક પંગતમાં બેસવા તૈયાર હોવાનું અને બન્ને પક્ષો વચ્ચે ગેમ–ચેન્જર ટીવીકેને પછાડવા આંકડાકીયતડજોડ શ થઈ હોવાનું સામે આવ્યું છે.હવે કોણ સરકાર બનાવી શકશે તે હવે એક મુખ્ય પ્રશ્ન બની ગયો છે.
ત્રણ વર્ષ પહેલાં રચાયેલી પાર્ટી ટીવીકેના પક્ષમાં સત્તા માટેનો જનાદેશ આવતાં તમિલનાડુમાં બધા સમીકરણો ખોરવાઈ ગયા. આનાથી સત્તા પરિવર્તનનું સ્વપ્ન જોતી એઆઈએડીએમકે અને સત્તામાં પાછા ફરવાનું સ્વપન જોતી સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારને મોટો ફટકો પડો. હવે, અહેવાલો સૂચવે છે કે આ બંને પક્ષો ગુ રીતે ચર્ચા શ કરી રહ્યા છે. તેઓ સાથી પક્ષોને ભેગા કરવાનો અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગે છે. હાલમાં, આ બધું એક ગુ યોજનાના ભાગ પે કરવામાં આવી રહ્યું છે. આનું કારણ એ છે કે ટીવીકે ૧૦૮ બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે અને તેને કોંગ્રેસનો ટેકો છે, પરંતુ બહત્પમતી માટે હજુ પણ છ બેઠકોની જર છે. રાયપાલને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યા પછી, ટીવીકેને બહત્પમતી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. દરમિયાન, એઆઈએડીએમકેએ ટીવીકે સાથે જોડાણના અહેવાલોને  સ્પષ્ટ્રપણે નકારી કાઢા છે, અને કહ્યું છે કે તે કોઈપણ સંજોગોમાં તેમની સાથે જોડાશે નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application