કોમ્પ્યુટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરવા માટે, અત્યાર સુધી કલાઉડ–આધારિત એઆઈ પ્લેટફોર્મ પર જવું પડતું હતું. અમેરિકન ટેક કંપની માઇક્રોસોટે એઆઈ ફીચર્સ સાથે કોપાયલોટ પ્લસ પર્સનલ કોમ્પ્યુટર લોન્ચ કયુ છે. આ કલાઉડ ડેટા સિસ્ટમ વિના એઆઈ સંબંધિત કાર્યેાને પૂર્ણ કરશે. માઈક્રોસોટના સીઈઓ સત્ય નડેલા કહે છે કે કોપાયલોટ પ્લસ કોમ્પ્યુટર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી
સ છે. આમાં, રિકોલ નામના ફીચર દ્રારા, વપરાશકર્તાઓ મહિનાઓ પછી પણ કમ્પ્યુટરની દરેક પ્રવૃત્તિને ટ્રેસ કરીશકશે. હાલમાં, કમ્પ્યુટરની બ્રાઉઝિંગ હિસ્ટ્રી અથવા રિસાયકલ બિનને સાફ કર્યા પછી આ શકય નથી. જયારે કોપાયલોટની મદદથી કોઈપણ પ્રકારના દસ્તાવેજ, વેબપેજ કે ફાઈલને રિકોલ કરી શકાય છે. કોપાયલોટ પ્લસના લોન્ચિંગ દરમિયાન, કંપનીએ ડેમોમાં બતાવ્યું કે કેવી રીતે તેનો વોઇસ આસિસ્ટન્ટ રિયલ–ટાઇમ કોચ બનીને વીડિયો ગેમ રમવામાં યુઝરને મદદ કરે છે. આવા આસીસ્ટન્ટનો ઉપયોગ કેલેન્ડરને અપડેટ રાખવા માટે પણ કરી શકાય છે. માઈક્રોસોટના જણાવ્યા અનુસાર, ચેટજીપીટીનું નવીનતમ સંસ્કરણ જીપીટી–૪, પણ ટૂંક સમયમાં કોપાયલોટ પ્લસનો ભાગ બનશે. કોપાયલોટ કમ્પ્યુટર્સની કિંમત ૧,૦૦૦ ડોલર (લગભગ . ૮૩,૩૧૪) થી શ થશે. તેમનું વેચાણ ૧૮ જૂનથી શ થશે. માઈક્રોસોટના માર્કેટિંગ હેડ યુસુફ મેહદીનું કહેવું છે કે કોમ્પ્યુટર પર સીધું ચાલતી એઆઈ સહાયતા એક મોટો ફેરફાર છે. તેનાથી યુઝર્સને નવા ઓપ્શન મળશે. કોપાયલોટ પ્લસ લોન્ચ થયા પછી, વપરાશકર્તાઓ ગયા વર્ષે રિલીઝ થયેલા માઇક્રોસોટના કોપાયલોટ વિશે ફરિયાદ કરી રહ્યા છે કે તે દરેક સમયે સ્ક્રીનશોટ લઈને જાસૂસી કરે છે. ઉધોગપતિ એલોન મસ્કે પોસ્ટમાં તેને 'બ્લેક મિરર'નો એપિસોડ ગણાવ્યો હતો. તે વેબ સિરીઝ 'બ્લેક મિરર'નો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેમાં ઘણા લોકો નવી ટેકનોલોજીના પડકારોનો સામનો કરે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech