હાર્ટ એટેકથી થનારા મૃત્યુને રોકવા માટે એઆઈ થઇ શકે છે મદદપ

  • November 08, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હૃદયરોગના હુમલાને કારણે લોકો અચાનક મૃત્યુ પામે છે. એઆઈ ની મદદથી હવે હાર્ટ એટેકની આગાહી કરવી શક્ય બનશે. એઆઈની મદદથી એવા લોકોને ઓળખી શકાય છે જેમના હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા 90 ટકાથી વધુ હશે.પેરિસ કાર્ડિયોવેસ્ક્યુલર રિસર્ચ સેન્ટરના પ્રોફેસર અને સંશોધનના મુખ્ય લેખક ઝેવિયર જાવેને જણાવ્યું હતું કે સંશોધન દરમિયાન એઆઈની મદદથી હાર્ટ એટેકથી મરનારા 25,000 લોકોના ડેટાબેઝનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

ડેટાબેઝ 70,000 સામાન્ય લોકોના ડેટાબેઝ સાથે મેળ ખાતો હતો. વિશ્લેષણ બાદ 25,000 સમીકરણો બનાવવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થવાની શક્યતા વધુ હોય તેવા લોકોને ઓળખવા માટે કરી શકાય છે. જે લોકોનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યાર બાદ આવા હાર્ટ એટેકના ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને સાવધાન કરી શકાય છે. વિશ્વના થનારા તમામ મૃત્યુના 20 ટકા મોત હાર્ટ એટેકના કારણે થાય છે. આવા કિસ્સાઓમાં હાર્ટ એટેકની આગાહી કરવી મુશ્કેલ છે. સંશોધન વિશ્લેષણની મદદથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે. પ્રોફેસર જુવેને વિશ્લેષણ દરમિયાન લોકોની તબીબી વિગતો તેમજ આલ્કોહોલનો ઉપયોગ, માનસિક અને વર્તણૂકીય વિકૃતિઓનો સમાવેશ કર્યો હતો. જેનો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ હશે અને લોકો હાર્ટ એટેકનું જોખમ વધારતા કારણોને સમજી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application