રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓને લાંચ લેતા પકડવા માટે ગુજરાત ACB સક્રિય છે. ACBએ આજે બે અલગ અલગ બનાવમાં અમદાવાદ મહાનગરપાલિકાના એક કર્મચારી અને વેજલપુર પોલીસ સ્ટેશનના PSIને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યાં છે.
યુવકને માર નહીં મારવા પિતા પાસે માંગ્યા હતા એક લાખ રૂપિયા
વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવક પર દાખલ થયેલા ગુનામાં યુવકને માર નહીં મારવા, ગાળો ન બોલવા અને રિમાન્ડ દરમિયાન હેરાન ન કરવા માટે પીએસઆઈ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસે યુવકના પિતા પાસે રૂ. એક લાખની લાંચ માંગી હતી, જેમાં રૂ.80,000 પહેલા અને બાદમાં રૂ.20,000 આપવા કહ્યું હતું.
યુવકના પિતાએ ACBનો સંપર્ક કર્યો હતો. ટ્રેપિંગ અધિકારી ACB પીઆઈ આર.આઈ. પરમાર અને સુપર વિઝન અધિકારી ACB અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનિશ નિયામક એન.એન. જાદવ દ્વારા છટકું ગોઠવી પીએસઆઈ પ્રગ્નેશકુમાર નવનિતરાય વ્યાસને વેજલપુર પોલીસ સ્ટેશનની સામે ભાગ્યોદય હોટલ આગળ જાહેરમાં રૂ.80,000ની લાંચ લેતા પકડી પાડ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech