BREAKING NEWS

ગોંડલમાં ૫૦ હજારની લાંચમાં ઝડપાતા ફાયર ઓફિસરના ઘર પર એસીબીએ સર્ચ કર્યું

  • January 10, 2026 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગોંડલ તાલુકા પોલીસની હદમાં આવેલા પેટ્રોલ પંપના એનઓસી માટે રૂા. ૫૦ હજારની લાંચ લેતા ગોંડલ નગરપાલિકાના ફાયર ઓફિસરને ભરૂડી ટોલનાકા નજીક એક હોટલમાં રાજકોટ એસીબીએ રંગે હાથ ઝડપી લીધા બાદ આરોપીની ધરપકડ કરી એસીબી ની ટીમે તેના ઘરનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર બલદેવસિંહ વાઘેલા સમક્ષ એક ફરિયાદ થઈ હતી જેમાં ગોંડલ નગરપાલિકાના ફાયર સ્ટેશન ઓફિસર સંજય, વિરમભાઈ વાસાણી ઉ.વ.૨૯, રહે. રોયલ પાર્ક-૧, ગોંડલ વાળા એક અરજદાર ને પેટ્રોલ પંપની ફાયર એનઓસીની ફાઈલ મંજૂર કરવા માટે ફાયર ઓફિસર પાસે ગયા હતા આ ફાઇલ મંજૂર કરવા માટે રૂપિયા 50,000 ની લાંચ માંગી હતી.


જેના પગલે રાજકોટ એસીબીના જેડી મેવાડા પીઆઇ આર આર સોલંકી સહિતની ટીમે ગોંડલના ભરૂડી ટોલનાકા નજીક આવેલ એક હોટલ માં વોચ ગોઠવી હતી અને અરજદાર પાસેથી હોટલના રૂમમાં લાંચના રૂપિયા 50,000 સ્વીકારતા ફાયર ઓફિસર સંજયભાઈ વાસાણીને રંગેહાથ ઝડપી લીધા હતા.


ઝડપાયેલા આરોપી નગરપાલિકાના ફાયર અધિકારી સંજય વાસાણી ની ધરપકડ આ અંગેની વધુ તપાસ દેવભૂમિ દ્વારકા એસીબીના પીઆઈને સોંપવામાં આવતા આરોપી ના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application