વેરાવળ તા.ગીર સોમનાથના ઉનાનો પોલીસ કર્મચારી એસીબીની ઝપટે ચડી ગયો છે. ત્રણેક વર્ષ પુર્વે આરોપી પોલીસ કર્મચારીએ દેશી દાના બુટલેગર પાસે લાંચ માંગેલ ત્યારે એસીબીએ છટકું ગોઠવેલ ત્યારે પુરાવાનો નાશ કરી નાસી ગયેલ હતો. જેની તપાસ ચાલી રહેલ જેમાં મજબુત પુરાવાઓ મળતા ગીર સોમનાથ એસીબી પોલીસમાં આરોપી પોલીસકર્મી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અટકાયત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગે એસીબી પીઆઈ ડી.આર.ગઢવીના જણાવ્યા મુજબ હાલ ઉના પોલીસમાં ફરજ બજાવતા હે.કો.દિગ્વિજયસિંહ ગોવિંદભાઇ વાજા ત્રણેક વર્ષ અગાઉ ગીરગઢડા ટાઉનમાં ફરજ બજાવતા હતા. ત્યારે દેશી દાના બુટલેગર પાસે હા પેટે દર મહીને .૨ હજાર આપતો જે રકમના બદલે .૪ હજારની માંગણી કરી હતી. જેથી તે સમયે એસીબીમાં ફરીયાદ નોંધાવતા ત્યારે સાહેદના શર્ટના ખીસ્સામાં રહેલ સરકારી વોઇસ રેકોર્ડર પોલીસકર્મી જોઈ જતા લાંચના છટકાની ખબર પડી જતા લાંચની રકમ લીધા વગર ચાલુ સરકારી વોઇસ રેકોર્ડર પોતાની સાથે લઈ નાસી ગયો હતો. બાદમાં વોઇસ રેકોર્ડરમાંથી લાંચના છટકાને લગત અતી મહત્વની ઓડીયો ફાઇલ ડીલીટ કરી વોઇસ રેકોર્ડર પોલીસ સ્ટેશનના કંમ્પાઉન્ડમાં ફેકી નાશી ગયો હતો.
આ લાંચના મામલાની તપાસ ત્યારથી ચાલી રહેલ જેમાં આરોપી પોલીસકર્મી દિગ્વિજયસિંહ વિધ્ધ રાય સેવક તરીકેની કાયદેસરની ફરજ અપ્રમાણીક રીતે બજાવી હતી નાશ કરેલ હોવાના મજબુત પુરાવાઓ મળતા જિલ્લા એસીબી પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસકર્મી તપાસના અંતે પોલીસકર્મી સામે ગુનો નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech