જામનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી

  • May 11, 2021 12:30 PM 

શાંતિનગરમાં બીમારીથી કંટાળી વૃદ્ધાનો આપઘાત

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતા અને વિડીયો શુટીંગનું કામ કરતા યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા શોકનું મોજુ ફરી વળ્યું છે, જ્યાંરે શાંતિનગરમાં એક વૃધ્ધાએ બિમારીથી કંટાળીને મોત મીઠું કરી લીધું છે.

જામનગરની અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નંબર-4, રૂમ નંબર 8 ખાતે રહેતા અને વિડીયો શુટીંગ નું કામ કરતા નિરેશભાઈ ઉર્ફે રોહિત જેન્તીભાઈ સોમેશ્વરા ઉંમર વર્ષ ૩૫ નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે રૂમની છતના પંખામાં ટુવાલ વડે જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

આ બનાવ અંગે નહેરુનગરમાં રહેતાં જેન્તી નાથાભાઈ સોમેશ્વરા એ સિટી સી પોલીસમાં જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું એ દિશામાં તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં જામનગરના જનતા ફાટક પાસે શેરી નંબર ત્રણમાં રહેતા નર્મદાબેન કેશવજીભાઇ વિરાણી ઉંમર વર્ષ 67 નામના વૃદ્ધાને માથાના દુખાવાની તથા પેશાબની તકલીફ હોય જેથી આ બીમારીથી કંટાળી જઈને ગઈકાલે પોતાની મેળે સીડી ની ગ્રીલ વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ બનાવની જાણ વસંતબેન જીગ્નેશભાઈ વિરાણી દ્વારા કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS