રાજકોટમાં બે શખ્સ દ્વારા છરીના ઘા ઝીંકી કરાઈ યુવકની હત્યા, ઘટનાના CCTV આવ્યા સામે

  • August 20, 2021 01:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં બે શખ્સ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાતે બાઈક પર આવી યુવકને હોકીની સ્ટીક તેમજ છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી. ઘટના શહેરના જાહેર વિસ્તારમાં બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથધરી છે. હત્યાની ઘટનાને માત્ર 35 સેકન્ડમાં અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથધરી છે. હત્યાની ઘટનામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા પણ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ઘટનાના સીસીટીવી

 

https://www.facebook.com/1716587871923757/posts/2944275502488315/

 

રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કનકનગર સોસાયટી ખાતે રાત્રે નવ વાગ્યા આસપાસ વિજય મેર નામનો વ્યક્તિ બાકડા પર બેઠો હતા. દરમિયાન બાઇક પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ તેના પર હોકીની સ્ટીક અને છરીથી હુમલો કર્યો હતો. જેમાં લોહીલુહાણ થયેલા વિજય મેરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા બાદ હુમલાખોરો બાઇક પર ફરાર થઇ ગયા હતાં. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. હત્યા દરમિયાન હુમલાખોરોએ બાઇક આડી રાખીને યુવક પર હુમલો કર્યો હતો. જેથી યુવકની રેકી કર્યા બાદ હત્યા કર્યાની શક્યતા છે.

 

મૃતકનો ફાઈલ ફોટો

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS