કાલાવડ નજીક બે કારની ટક્કરમાં એક યુવાનનું મોત, 7ને ઇજા

  • March 30, 2021 08:00 PM 

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા કરુણ દ્રશ્યો સર્જાયા

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ પાસેની ગોળાઈ પર શનિવારે બપોરના સુમારે બે કાર વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત થયું હતું, અને સાત જેટલી વ્યક્તિઓને નાની-મોટી ઇજા પહોંચતાં વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, યુવાનના મૃત્યુથી બે બાળકો એ પિતાની છત્ર-છાયા ગુમાવતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગે અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ કરવામાં આવી હતી.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામ પાસે શનિવારે બપોરના સુમારે નવી અલ્ટો કારના ચાલક જીગ્નેશ નંદાણીયા પોતાની કાર પૂરઝડપે, બેફિકરાઈ, ગફલતથી ચલાવીને ફરિયાદીની હુન્ડાઈ કાર નંબર જીજે-18-બીએફ-1053 સાથે સામેથી ભટકાડીને અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ફરિયાદી વિનીતા બેનને મોઢા, કમરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તથા તેણીના સંતાનો મોનીસ ઉંમર વર્ષ ૧૦ તથા ખ્વાઈશ ઉંમર વર્ષ દોઢને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે ફરિયાદીના પતિને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતા અને શરીરે ઇજાઓ પહોંચતાં વિજયકુમાર જૈન (ઉમર વર્ષ: 37) નું મોત નીપજ્યું હતું.

આરોપીઓએ પોતાને તથા પોતાની સાથે કારમાં બેસેલા અન્યને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, દરમિયાનમા વીનીતાબેન વિજયકુમાર જૈન, રહે. અપૂર્વ રેસીડેન્સી સામે, અમીજરા એપાર્ટમેન્ટની પાછળ, સરુ સેંકશન રોડ, જામનગર દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં નવી કારચાલક જામનગર ગોકુલનગરમાં રહેતાં જીગ્નેશ વજસી નંદાણીયાની વિરુદ્ધ જુદી-જુદી કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા હોસ્પિટલમાં કરુણ દૃશ્યો સર્જાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS