જામનગર નજીક અજાણ્યા વાહનની ઠોકરે એક યુવાનનું મોત: એકને ઇજા

  • June 04, 2021 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

108 દ્વારા ઇજાગ્રતને હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો

જામનગર કાલાવડ રોડ, ઠેબા ચોકડીથી આગળ ગઇ સાંજે અજાણ્યા વાહનના ચાલકે એક્ટિવાને અડફેટે લેતા બે વ્યક્તિ ફંગોળાઈ ગયા હતા જેમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું જ્યારે એકને ઈજા પહોંચી હતી આ અંગે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

જામનગરના ખોડિયાર કોલોની હાઉસિંગ બોર્ડ સોસાયટી ટેનામેન્ટ ખાતે રહેતા રાજેશ ઉર્ફે રાજેન્દ્રસિંહ હેમંતસંગ જાડેજા ઉમર વર્ષ 51 દ્વારા પંચકોશી એમાં અજાણ્યા ફોરવીલના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની વિગત મુજબ, રાજેન્દ્રસિંહ તથા તેઓના સહકર્મી રાજેશ કલાભાઈ પરમાર ઉમર વર્ષ 43 તેઓનું એકટીવા મોટરસાયકલ નંબર જીજે12ડીસી 6126 વાળુ લઈને ગઇ સાંજે ઠેબા ચોકડી થી આગળ જામનગર કાલાવડ રોડ કુદરત કોમ્પલેક્ષ સામેથી પસાર થતા હતા. ત્યારે કોઈ અજાણ્યા ફોરવીલ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવી પાછળથી ભટકાળી બંનેને હડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં ફરિયાદીને હાથ ખંભાના ભાગે ફેક્ચરની ઇજા તથા શરીરે છોલછલ થઈ હતી જ્યારે રાજેશ કલાભાઈ પરમારને માથાના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી નાશી છુટયો હતો.

અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.આ અંગેની તપાસ પીએસઆઈ વાળા ચલાવી રહ્યા છે, એક ઇજાગસ્તને 108માં સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS