તે જ મારો થડો ઉપાવ્યો છે તેમ કહી યુવાન પર બેલડીનો ઇંટ વડે હુમલો

  • May 12, 2025 03:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોરા નજીક બે શખ્સોંએ રીક્ષાચાલક યુવકને ઈંટ વડે માર માર્યા અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. ચાનો થડો હટાવવા બાબતેની માથકૂટમાં આ હુમલો કરાવમાં આવ્યો હતો.


કાલાવડ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય રીક્ષાચાલક યુવાન નિલેશભાઈ શાંતિભાઈ પરમારએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ રાજુભાઈ રાતડીયા અને રાધે ભરતભાઈનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં કટારીયા ચોકડી પાસે આવેલ લક્ષ્મીના ઢોરામાં કોસ્મોપ્લેક્ષ સિનેમાની ડાબી બાજુ ઢાળ ઉપર ગાત્રાળ નામની ચા તથા પાન ફાકીની હોટલ જયદીપ રાજુભાઈ રાતડીયા ધરાવતો હતો. જેની સામે મારા સગા મોટાભાઈ રવિભાઈની અલખધણી નામની ચા તથા ફાકીની હોટલ આવેલ હતી. જે બંનેનો ધંધો સરખો ચાલતો હોય દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે જયદીપની દુકાનનો થડો ગેરકાયદે હોય જેથી તેઓએ ખાલી કરાવ્યો હતો. જે બાબતે જયદીપ અવાર-નવાર મારા મોટાભાઈ તથા તેમના થડે હું બેસતો હોય મારી સાથે તમે મારી દુકાન આરએમસીમાં કહી ઉપાડેલ છે તેવી શંકા-કુશંકા કરી ઝઘડો કરતો હતો.


દરમિયાન ગઇ તા. ૧૧/૦૫/૨૫ ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યે અમારી જ્ઞાતિના રમેશભાઈ બગડાએ જ્યાં અગાઉ જયદીપનો થડો હોય ત્યાં પાન-ફાકીનો ધંધો શરૂ કર્યો હોય ત્યાં હું એકલો ફાકી ખાવા ઉભો રહેલ હતો. તે જગ્યાએ આ જયદીપ તથા તેનો મિત્ર રાધે ભરતભાઈ બંને મારી પાસે આવી જયદીપએ મારો કાંઠલો પકડી ભુંડી ગાળો આપી તું અહીં કેમ આવ્યો છે ? કહી તારે અહીંયા આવવું નહીં તેમ કહી તેની સાથે આવેલ રાધેએ મને પકડી ઢીકા-પાટુનો માર મારી મને ઊંધો પછાડી દીધેલ હતો. બાદમાં જયદીપએ ત્યાં નીચે પડેલ ઇંટ પકડી માથામાં પાછળના ભાગે એક ઘા મારી દીધો હતો. જે બાદ હું તુરંત જ ઉભો થઈ ભાગવા જતાં હવે અહીં આવ્યો તો જાનથી મારી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપી હતી. આ અંગે યુનિવર્સિટી પોલીસે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application