ગોંડલ તાલુકાના વોરાકોટડા રોડ પર વાહન સાઇડમાં લેવાનું કહી યુવાન અને તેના મિત્રને ગાળો ભાડી બાદમાં કારમા હથિયારો સાથે ધસી આવેલા શખસોએ યુવાન પર હુમલો કરી દીધો હતો.જેમાં યુવાનને ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હતી.જયારે તેના મિત્રને મુઢ ઇજાઓ થઇ હતી.આ અંગે વોરાકોડટા ગામે રહેતા યુવાનની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે નવ શખસો સામે મારામારી,રાયોટ અને એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે આંબેડકરનગરમાં રહેતા અને ફેબ્રિકેશનની મજુરીનું કામ કરતા રતિલાલ રવજીભાઈ ભાષા (ઉ.વ.24) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે દેવચડી ગામના દિગુભા સજુભા ચુડાસમા, હકુભા સજુભા ચુડાસમા અને અજાણ્યા પાંચથી સાત શખસોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,રવિવારે બપોરના હું અને ભાવેશભાઈની વાડીએ મજૂરીએ ગયો હતો અને ત્યાંથી જમવા ઘરે જવું હોય યુવાન તથા મયુર બાબુભાઇ ભરવાડ સાથે બાઈક લઈને વોરાકોટડા બાંદરા રોડ ચાર ચોકડી તરીકે ઓળખાતી જગ્યાએ ઉભા હતા ત્યારે છોટા હાથી પસાર થયેલ અને ગાળ દઈ ગાડી સાઈડમાં રાખવાનું કહેતા અમે પણ સામે અવાજ કરેલ કે તારી ગાડી નીકળી જાય તેટલી જગ્યા છે કહેતા તે ગાડી ઉભી રાખી બે શખસો આવ્યા હતા અને બોલાચાલી કરી ફોન કરતા એક કારમાં ત્રણ ચાર લોકો આવ્યા હતાં. જેમાં સજુભાનો દીકરો દિગુભા હતો શું માથાકૂટ છે. કોણ હવા કરે છે પૂછતાં અમારી સામે આંગળી ચીંધતા તમામે ક્યાં છો, કેવા છો પૂછતાં અમે અમારી જ્ઞાતિ જણાવતા તમારે સાઈડમાં જ રહેવાનું હોય, રસ્તો કોઈના બાપ્નો નથી. તેમ કહેતા મેં બોલવામાં સભ્યતા રાખવાનું કહેતા ગાડીમાંથી લાકડી, પાઈપ, ધારિયા જેવા હથિયારો લાવી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હતો મારા માતા ભાનુબેન અને ભાઈ મયુર વચ્ચે પડતા અન્ય એક કારમાં ત્રણ લોકો ધસી આવ્યા હતા અને માતાને પણ ધક્કો મારી પછાડી દીધા હતા.
જતા જતા અમારી સામે ક્યારેય મળતા નહિ, નહિતર જોયા જેવી થશે કહી ધમકી આપી હતી મને અને માતાને 108 મારફ્ત પ્રથમ ગોંડલ અને ત્યાંથી રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.હુમલામાં યુવાનને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું.બાદમાં યુવાને આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મારમારી,રાયોટ અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ ડીવાયએસપી કે.જી.ઝાલા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ કલેકટર તંત્ર કાલે ઉજવાશે રાષ્ટ્રીય મતદાતા દિવસ
January 24, 2025 03:15 PMઅમદાવાદમાં કોલ્ડપ્લેની ટીમનું ગ્રાન્ડ વેલકમ, હોટલમાં ટીમ પર ગુલાબની પાંદડીઓનો વરસાદ થયો, જુઓ વીડિયો
January 24, 2025 03:14 PMપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech