જામનગર જિલ્લાના લાલપુરમાં નાંદુરી રોડ પર રહેતા એક યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. આર્થિક સંકળામણના કારણે આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુરના નાંદુરી રોડ પર રહેતા અને બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરી ચૂકેલા હિરેન પ્રેમજીભાઈ ચાવડા નામના ૨૬ વર્ષના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના પિતા પ્રેમજીભાઈ વાલજીભાઈ ચાવડાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન અગાઉ બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો, અને તેણે બેંકમાંથી એકથી વધુ લોન પણ લીધેલી હતી, પરંતુ હાલ આર્થિક સંકટમાં આવી જતાં આ પગલું ભરી લીધાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જે દિશા માં પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિલાયન્સ ભારતમાં ઇ-સ્પોર્ટ્સ બિઝનેસ માટે બ્લાસ્ટ સાથે ભાગીદારી કરશે
April 03, 2025 11:27 AMરાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુ રૂ.૨૦૦ના કિલો
April 03, 2025 11:12 AMબહારના ડોકટરો માટે રાજ્ય દુર્ગમ વિસ્તારોમાં નોકરીઓ નક્કી કરી શકતું નથી: સુપ્રીમ કોર્ટ
April 03, 2025 11:07 AMમોરબી, ભાવનગર, જામનગર સહિત ૮ મથકોની કોર્ટમાં વકીલો માટે અલાયદી બેઠક વ્યવસ્થા બનાવાશે
April 03, 2025 11:06 AMગોંડલના કાંગશીયાળીમાં યુવકનો ફાંસો ખાઈ આપઘાત
April 03, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech