જામનગરમાં આરબ જમાતના યુવા અગ્રણી પર તિક્ષણ હથીયાર વડે હિંચકારો હુમલો

  • September 25, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના ઘાંચીની ખડકી વિસ્તારમાં એક યુવાન પર હીચકારો હુમલો કરાયો છે. જેમાં જામનગર આરબ જમાતના યુવા અગ્રણી મોહસીન આવડભાઇ અબદાન પર જૂની અદાવતનો ખાર રાખીને ૩ થી ૪ જેટલા શખ્સો દ્વારા તિક્ષણ હથીયાર વડે જીવણલ હુમલો કરાયો હતો.


ત્યારબાદ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં આરબ જમાતના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.


આ ઘટનાની જાણ કરાતાં સિટી-એ ડિવિઝનની પોલીસ ટિમ જી.જી.હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી, અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application