BREAKING NEWS

કેશોદ પાસે કારમાંથી રૂા.૧.૧૦ લાખની નકલી બીડીના જથ્થા સાથે કોડીનારના યુવકની ધરપકડ

  • April 06, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢમાં નકલી બીડીનો જથ્થો લઈ જવા તો હોવાની માહિતી મળતા કંપનીના કર્મચારીઓ પોલીસને જાણ કરી હતી. અને કર્મચારીઓ સાથે પોલીસે ડ્રાઇવ કરવામાં આવી હતી. કેશોદ પોલીસે વેરાવળ રોડ પર કારની તલાસી લેતા કારમાંથી ૧.૧૧ લાખથી વધુની કિંમતના નકલી બીડીના જથ્થા સાથે કોડીનારના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં અમરેલીના યુવક પાસેથી નકલી બીડી મેળવ્યા હોવાની કબુલાત કરવામાં આવી હતી. પોલીસે નકલી બીડી કાર સહિત .૩ ૧૨ લાખની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો છે. સપ્લાયરને ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે. નકલી પોલીસ, નકલી એમએલએના પીએ, નકલી તબીબ, નકલી ઘી, દૂધ બાદ હવે નકલી બીડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. પુના મહારાષ્ટ્ર્રના સાબળે વાધીરે એન્ડ કંપનીના કર્મચારીને જૂનાગઢ જિલ્લ ામાં નકલી બીડીનો જથ્થાની હેરાફેરી થતી હોવાની માહિતી મળી હતી જેથી વેરાવળ રહેતા કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાએ કેશોદ પોલીસને સમગ્ર બાબત અંગે વાકેફ કર્યા હતા. ત્યારબાદ કેશોદ પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. અને વેરાવળ રોડ પર  જતી કારને રોકી તલાસી લેતા તેમાંથી .૧.૧૦ લાખથી વધુની કિંમત ના રાજકમલ બીડીના ૧૦૭ પેકેટ, સાબળે બીડીના ૧૩૬ પેકેટ સાથે કોડીનારના એકતા ચોક વિસ્તારમાં રહેતા કિરણ લમણભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. અને તપાસમાં બીડી નો જથ્થો નકલી હોવાનું માલુમ પડું હતું. પ્રાથમિક પૂછપરછ માં નકલી માલ અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી મેળવ્યો હોવાની કબુલાત કરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં કંપનીના ફિલ્ડ ઓફિસરે કોડીનાર અને અમરેલી બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસે નકલી બીડીનો જથ્થો, કાર, મોબાઈલ સહિત ૩.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કરી કોડીનારના યુવક વિદ્ધ ગુનો નોંધી નકલી રેપર અને પેકિંગ કયાં છપાયા, માલ કોને કોને આપ્યો કેટલા સમયથી બીડી નો જથ્થો વેચતો હતો આ ઉપરાંત બીડી સિવાય અન્ય કોઈ  ચીજોનું વેચાણ થતું હતું કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ માટે કાર્યવાહી હાથ ધરી છે. અને અમરેલીના સપ્લાયરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News