વીજળી ગુલ થઇ જવાથી ડીયો ચડાવતી વખતે લાઈટ આવી જતા બનાવ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જસાપર ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવકનું વીજ કરંટ લાગતા મોત થયું છે. વીજળી ચાલી જતા ડિયો ચળવતી વખતે જ લાઈટ આવી જતા ધડાકો થવાથી યુવક દાઝતા બનાવ બન્યો હતો.
બનાવની મળતી વિગત મુજબ મૂળ ભાણવડના જંબુસર ગામનો અને જસાપર ગામે અજયભાઇ લાખાભાઈની વાડીમાં ખેત મજુરી કામ કરતો વિજય મથુરભાઈ ધંધુકીયા (ઉ.વ.30)નો યુવક તા.8ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે લાઈટ ચાલી જતા વીજપોલમાં ડિયો ચડાવતો હતો બે ડિયો ચડાવી લીધા બાદ ત્રીજો ડિયો ચડાવવા જતા અચાનક લાઈટ આવી જતા ધડાકો થતા યુવકને જોરદાર વીજકરંટ લાગતા ગંભીર રીતે દાઝ્યો હતો.
પ્રથમ ભાણવડ અને ત્યાંથી જામનગર અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. યુવક ત્રણ ભાઈમાં મોટો અને અપરણિત હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભાણવડ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિત પહોંચી જરૂરી કાગળો કયર્િ હતા. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech