સિક્કામાં ડીસીસી કંપનીના ગેઇટ પાસે શ્રમિક યુવાનનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

  • May 26, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિકકાની ડીસીસી કંણની કોલ ગેટ પાસે એક શ્રમિક યુવાનને અચાનક ચકકર આવતા બેભાન થઇ જતા સારવારમાં લઇ જતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. 

મૂળ ઉત્તરાખંડના વતની અને હાલ જામનગર તાલુકાના સિક્કામાં રહીને ડીસીસી કંપનીમાં કામ કરતા ભરતભાઈ ગંભીરરામ નામના ૪૦ વર્ષની વયના યુવાનને ગઈકાલે ડીસીસી કંપનીના ગેઇટ પાસે એકાએક ચક્કર આવતાં તેને તાત્કાલિક અસરથી સારવાર માટે સિક્કાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબી તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું.

જે બનાવ મામલે કંપનીના સુપરવાઇઝર ઇશાન સુરેશકુમાર ગોયલએ પોલીસને જાણ કરતાં સિક્કાના પોલીસ હેડ કોસ્ટેબલ એમ.પી. સિંધવ સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application