BREAKING NEWS

ભરૂડી પાસે આવેલી કંપનીમાં ક્રેન નીચે કચડાઇ જવાથી શ્રમિક યુવાનનું મોત

  • April 25, 2026 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગોંડલના ભરૂડી નજીક આવેલ રીજ એન્જીનીયરીંગ કંપનીમાં ક્રેન નીચે કચડાઈ જવાથી શ્રમિક યુવકનું કમકમાટીભયુ મોત થયું હતું. જે અંગે ક્રેનનાચાલક સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.બનાવ અંગે ભડી ગામની સીમમાં રીજ એન્જીનીયરીંગ કંપનીમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતની હરીપ્રસાદ ઉમેદાપાલ (ઉ.વ.૫૦) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ક્રેન નં - જીજે–૦૩–એચઈ–૯૦૧૫ના ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભડી ગામની સીમમા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રીજ કંપનીની ઓરડીમા ભત્રીજો ઓમકારપાલ તથા બીજા સગાવાલાઓ રાજેન્દ્રપાલ, પંકજપાલ સાથે રહે છે.
ગઈકાલે તેઓ તથા બીજા માણસો કામ ઉપર હતા અને બપોરે બારેક વાગ્યે જમીને પાછા કામ ઉપર લાગી ગયેલ હતા. તેઓ ફોજીર્ન મશીન ઉપર કામ કરતો હતો ત્યારે કંપનીનો માણસ અજયપાલ દોઢેક વાગ્યાના સમયે પાસે આવીને વાત કરેલ કે, ઓમકાર પાલ ક્રેનના ટાયરમા દબાઈ ગયેલ છે, તેમ વાત કરતા ફરીયાદી અને બીજા માણસો કંપનીના કંપાઉન્ડમા ગયેલ અને જોયુ તો ભત્રીજો ઓમકારપાલ ક્રેનના ટાયર પાસે લોહી લોહાણ હાલતમા પડેલ હતો અને જોયુ તો તે મરણ ગયેલ હતો.
બાદમાં કંપનીના માણસ પપ્પુ ભગતએ જણાવેલ કે, ભત્રીજો ઓમકારપાલ આ ક્રેનમા મોટા વજનદાર સળીયા ટીંગાડીને કંપનીમાં અંદર લઇ આવતા હતા ત્યારે ઓમકાર પાલ આ સળીયા આડા અવડા ના થાય તે માટે બેલેન્સ રહે તે રીતે બાજુમા પકડીને ચાલતો હતો. ક્રેન સ્પીડમા ચાલતી હતી. ત્યારે ભત્રીજો પડી ગયેલ અને ક્રેનનું ટાયર તેની ઉપર ચડી ગયેલ અને ભત્રીજાને હાથે પગે અને પેટના ભાગે ઇજા થાવાથી ભત્રીજો ક્રેનના ટાયરમા દબાઈ જાવાથી તેનું મોત થયું હતું. બનાવ અંગે આધેડની ફરીયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application