ખંભાળિયા તાલુકાની યુવતીને જામનગરના સાસરીયા દ્વારા સિતમ

  • July 06, 2021 09:29 AM 

ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે હાલ રહેતી અને કાસમભાઈ કારાભાઈ માથુપૌત્રાની 28 વર્ષીય પુત્રી રોશનબેન સિદ્દીક અખાણીને તેણીના લગ્નજીવન દરમિયાન જામનગર તાલુકાના કનસુમરા વિસ્તારમાં રહેતા તેના પતિ સિદ્દીક અબ્બાસભાઈ અખાણી (ઉ.વ. 32) તથા સાસુ રોશનબેન અબ્બાસભાઈ અખાણી દ્વારા અવારનવાર બિભત્સ ગાળો કાઢી, શારીરિક તથા માનસિક ત્રાસ આપવા ઉપરાંત ફરિયાદી રોશનબેનને પતિ દ્વારા લોખંડના પાઈપ વડે બેફામ માર મારવામાં આવતા તેમને હાથમાં ફેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. એટલું જ નહીં, પરિણીતા રોશનબેન સિદ્દીક આખાણીને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મુકવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે અહીંના પોલીસ મથકમાં માતા- પુત્ર સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 325, 504, તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)