નાની ઉંમરમાં મોટા સપના ધરાવતી યુવા વૈજ્ઞાનિક તેલંગાણામાં પૂરમાં તણાઈ ગઈ

  • September 04, 2024 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તેલંગાણાના મહબૂબાબાદ જિલ્લામાં રવિવારે સવારે આવેલા ભીષણ પૂરમાં ૨૬ વર્ષીય પુરસ્કાર વિજેતા કૃષિ વૈજ્ઞાનિક ડો. નુનાવથ અશ્વિની અને તેમના પિતા પૂરમાં તણાઈ ગયા હતા. અશ્વિની તેના ગામની પ્રથમ વૈજ્ઞાનિક હતી. અશ્વિનીએ પ્રોફેસર જયશંકર તેલંગાણા રાય કૃષિ યુનિવર્સિટી, અશ્વરપેટમાંથી બીએસસી (કૃષિ), નવી દિલ્હીની ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાંથી એમએસસી અને હૈદરાબાદમાં યુનિવર્સિટીના રાજેન્દ્ર નગર કેમ્પસમાંથી પીએચડી કયુ છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં અશ્વિની પ્રથમ વર્ષની પીએચડી વિધાર્થી હતી, તેને વસ્તી વિષયક પોસ્ટર માટે એવોર્ડ મળ્યો હતો.
હકીકતમાં, રવિવારે સવારે તે પોતાની કારમાં હૈદરાબાદ જઈ રહી હતી, તે સમયે તેના પિતા પણ તેની સાથે હતા. યાં તેનો અકસ્માત થયો હતો. તેમના મોટા ભાઈ એન હરિએ કહ્યું, 'અમે પરિવારનો એક ખૂબ જ પ્રિય સભ્ય ગુમાવ્યો છે. તે ખૂબ જ મહત્વાકાંક્ષી અને સ્માર્ટ હતી. તે પોતાના સપના પુરા કરવાના માર્ગ પર આગળ વધી રહી હતી. આખા ઘરને તેના પર ગર્વ હતો.
અશ્વિનીએ જિનેટિકસ અને પ્લાન્ટ બ્રીડિંગમાં પીએચડી કયુ છે, છત્તીસગઢના બંડામાં આઈસીએઆર– નેશનલ ઇન્સ્િટટૂટ આફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટની ક્રોપ રેઝિસ્ટન્સ સિસ્ટમ્સ રિસર્ચ સ્કૂલમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતી હતી. એપ્રિલમાં રાયપુરમાં આયોજિત એગ્રીકલ્ચર કોન્ફરન્સમાં તેણે યગં સાયન્ટિસ્ટ એવોર્ડ જીત્યો હતો.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે, અશ્વિની ગત અઠવાડિયે જ તેના ભાઈ અશોક કુમારની સગાઈમાં હાજરી આપવા માટે ઘરે પરત ફરી હતી. તેણે રવિવારે રાયપુર પરત આવવાનું હતું અને સોમવારે ડુટી પર જવાનું હતું. રવિવારે વહેલી સવારે તેના પિતા મોતીલાલે ભારે વરસાદ વચ્ચે તેને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટ પર મૂકવાનું નક્કી કયુ. તેઓ બંને મહબૂબાબાદ જિલ્લાના મરીપેડા ખાતે અક્રુ વાગુ પુલ પર ચઢા હતા ત્યારે તેમની કાર તણાવા લાગી હતી. આ પુલ પહેલાથી જ પાણીથી ભરેલો હતો. ભારે પૂરમાં તેમની કાર વહેવા લાગી અને બંન્નેના ડૂબવાથી મોત થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application