પોરબંદર જિલ્લામાં અનેક બોગસ ડોકટરો ઠેર-ઠેરથી પકડાઇ રહ્યા છે ત્યારે વધુ એક આ પ્રકારનો ડિગ્રી વગરનો ડોકટર રાણાકંડોરણા ગામેથી પકડાયો છે. મૂળ ભાટીયા તથા હાલ પોરબંદર ખાતે રહેતો આ યુવાન બેચલર ઓફ આર્ટસની ડિગ્રી ધરાવે છે છતા મેડિકલ પ્રેકટીસ કરતો હતો તેથી પોલીસે કાર્યવાહી કરી છે.
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા પોરબંદર જિલ્લામાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડિકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેઓ વિધ્ધ કાર્યવાહી કરવા પોલીસ સબ ઇન્સપેકટર આર.પી.ચુડાસમાને સૂચના આપવામાં આવેલ જે સુચના આધારે એસ.ઓ.જી. સ્ટાફના માણસો એસ.ઓ.જી. ઓફિસ ખાતે હાજર હતા તે દરમ્યાન એ.એસ.આઇ. રવિન્દ્રભાઇ ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઇ ગોરાણીયાને બાતમી મળેલ કે રાણાકંડોરણા ગામના આહીર સમાજ સામે દુકાનમાં મૂળ ભાટીયા તથા હાલ પોરબંદરના શિતલા ચોક પાસે આવેલા જલારામ મંદિર પાસે રહતો નિરવ મહેશભાઇ રાવલ ઉ.વ. ૩૮ કે જે બી.એ.ની ડીગ્રી ધરાવતો હતો છતાં કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડિકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે. જેથી તેના કબ્જામાંથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત પિયા ૩૫,૯૭૭ના મુદામાલ સાથે પકડી પાડી બી.એન.એસ. કલમ -૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ- ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ રાણાવાવ પોસ્ટે ગુન્હો કરાવેલ છે.
આ કામગીરીમાં પી.એસ.આઇ. આર.પી.ચુડાસમા તેમજ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારી એ.એસ.આઇ. એમ.એચ.બેલીમ, રવિન્દ્રભાઇ ચાંઉ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મોહિતભાઇ ગોરાણીયા, ભરતસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ સરમણભાઇ ખૂંટી તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ગીરીશભાઇ વાજા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech