મિત્રો સાથે હરિદ્વાર-મશુરી ફરવા ગયેલો યુવક ચાલુ ટ્રેનમાંથી પડી જતા કરુણ મોત

  • May 24, 2025 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિત્રો સાથે હરિદ્વાર-મસૂરી ફરવા ગયેલા રાજકોટના જીવરાજપાર્કમાં રહેતો યુવક ચાલુ ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો ત્યારે શરીરનું બેલેન્સ ગુમાવી દેતા ફેંકાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પરિવારને મિત્રો દ્વારા કરવામાં આવતા એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ સર્જાયો હતો.

યુવક સહીત મિત્રો ગુરુવારે રાજકોથી ટ્રેનમાં રવાના થયા હતા આજે સવારે રાજસ્‍થાનના અલવર નજીક ટ્રેન પહોંચતા આ કરુણાંતિકા બની હતી.

પ્રાપ્ત વિગત મુજબ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ નજીક જીવરાજ પાર્કમાં અંબાજી મંદિર પાસે રહેતો તરંગ રાજેશભાઇ હદવાણી (ઉ.વ.૧૯)નો યુવક ગઇકાલે રાજકોટ-સરાઇરોહીલા ટ્રેનમાં મિત્રો યોગેશ વાડોદરીયા, મિસલીન, પ્રિયાંશુ ગોંડલીયા સાથે હરિદ્વાર-મશુરી ફરવા માટે નીકળ્યો હતો ત્યારે આજે સવારે

દિલ્‍હી જતી વખતે ટ્રેન રાજસ્‍થાનના અલવર નજીકે પહોંચી ત્યારે યુવક દરવાજા પાસે ઉભો હતો દરમિયાન ટ્રેનમાંથી પડી જતાં કરૂણ મોત નિપજ્‍યું મૃતક યુવક આત્‍મીય કોલેજમાં બીસીએના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતો હતો.

વેકેશન હોવાથી આ પ્રવાસનું આયોજન કર્યું હતું. મિત્રો ટ્રેનમાં સુતા હતા ત્યારે તરંગ દરવાજા પાસે હવા ખાવા માટે ઉભો હતો દરમિયાન ઘટના ઘટી હતી. બનાવથી મિત્રો અજાણ હતા પરંતુ તરંગના માતાએ ફોન કરતા ફોન કેટલીક રિંગ સુધી ઉપડ્યો નહતો અને સીટ પર પડેલો ફોન મિત્રએ ઉપાડતા તરંગના માતાએ ક્યાં પહોંચ્યા અને તરંગ ક્યાં છે પૂછતાં શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં રેવાડી સ્‍ટેશને મિત્રો ઉતરી ગયા હતા અને મિત્ર મળતો ન હોવાની જીઆરડી રેલ્‍વે પોલીસને જજાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજસ્‍થાનના ખેરતાલ પાસેથી તરંગનો મૃતદેહ મળી આવતાં મિત્રોમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. યુવકના મૃતદેહને આજે બપોરે રાજકોટ લેવાતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application