પોરબંદરના મોચા ગામના યુવાન વિશ્ર્વ શાંતિ તિરંગાયાત્રા લઇને ચાલીસ દેશની કારયાત્રાએ નીકળ્યો છે ત્યારે તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ-લંડનમાં સ્થાન મળ્યુ છે અને તેનું યુ.કે. ખાતે બહુમાન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરના મોચા ગામનો યુવાન નિલેષ રાજાભાઇ પરમાર કારમાં આગળ તિરંગો લગાવી ભારત માતાની તસ્વીર અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં નયા ભારતનું બેનર લગાવી ૪૦ દેશોને વિશ્ર્વ શાંતિનો પ્રેરક સંદેશો આપી રહ્યો છે.. મોચાના યુવાને પ્રારંભ કરેલ રપ હજાર કિ.મી.ની વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા દરમિયાન વિશ્ર્વના દેશોને નયા ભારતના સ્લોગન સાથે ભારતના પ્રવાસે આવવા નિમંત્રણ આપી રહ્યો છે કારમાં સાથે તેણે લીરબાઇ માતાજીની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરી છે.પોરબંદર નજીક આવેલ મોચા ગામના ૩૩ વર્ષિય યુવાન નિલેષભાઇ રાજાભાઇ પરમાર કે જેઓ પોરબંદની યુ.કે. સુધીની ૪૦ જેટલા દેશોની વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા યોજી રહ્યો છે. યાત્રા કરનાર નિલેષભાઇ પરમારના જણાવ્યા મુજબ લિરબાઇ માતાની રથયાત્રાનું પોરબંદરમાં આયોજન થયું હતું. ત્યારે જ આ યુવાને લિરબાઇ માતાજીના આશીર્વાદ સાથે પ્રેરણા લઇ વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારથી જ નિલેષ પરમાર નામના આ યુવાને ૪૦ દેશોનો પ્રવાસ કરી વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા યોજવાનો નિર્ણય લીધો હતો. આ યાત્રા માટે જરી વ્યવસ્થાઓ છેલ્લા બે વર્ષથી કરી હતી. મોચા ગામના નિલેષ પરમાર નામના યુવાને બે વર્ષથી આ યાત્રાનો સમગ્ર ટ તૈયાર કરવાની સાથો સાથ વિશ્ર્વના દરેક દેશોના કાયદાનો અભ્યાસ વિદેશમાં રહેતાં ભારતીય લોકોનો સંપર્ક કર્યો છે. તેમજ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ યુવાને વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા દરમિયાન જે દેશમાં જવાનું છે તે દેશનું પૂરતું માર્ગદર્શન મેળવ્યું છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન આ યુવાને પાસપાર્ટ તૈયાર કરવાની સાથો સાથ દરેક દેશોની વિઝા મેળવવાની પ્રક્રિયા પુરી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ યુવાન પોતે મોટરકાર મારફતે ૪૦ દેશોના પ્રવાસે પોરબંદરથી નીકળ્યો છે. જેમાં તેઓએ વિશ્ર્વના દેશોનં્ ઇન્ટરનેશનલ ડ્રાઇવીંગ લાઇસન્સ મેળવી લીધું છે. આ યુવાનની કારમાં ગમે ત્યાં રોકાણ કરી શકે તે માટેનું ટેંન્ટ, કારમાં ભારત માતાની તસ્વીર કારના બોનેટ ઉપર , દેશનો તિરંગો, અને ‘નયા ભારત’નું સ્લોગન લગાવવામાં આવ્યું છે. પરંપરાથી જ ભારત એ શાંતિપ્રિય દેશ છે. આપણા આ શાંતિપ્રિય દેશથી વિશ્ર્વના દેશોને પ્રેરણા મળે એ આશયથી આ યુવાન યાત્રા માટે નીકળ્યો છે.
જી - ૨૦ દરમ્યાન પણ ભારતે ‘વસુધૈવ કુટુંબકમ’ નો સંદેશો આપ્યો હતો. અમુક દેશોમાં યુદ્ધો ચાલી રહ્યાં છે ત્યારે યુદ્ધગ્રસ્ત દેશોમાં પણ આ યુવાન પહોંચશે અને દેશની શાન ભારતીય તિરંગા સાથે વિશ્ર્વ શાંતિની અપીલ કરશે. આ સાહસીક યુવાનની વિશ્ર્વ શાંતિ તિરંગા યાત્રા હાલમાં યુ.કે. ખાતે પહોચી છે ત્યારે તેનોં યુ.કે.માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ -લંડનમાં સમાવેશ થયો છે અને તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ -યુ.કે.ના પીસ એમ્બેસેડર રાજ રાજેશ્ર્વર ગુજીના હસ્તે સર્ટીફિકેટ ઓફ એકસેલન્સ અર્પણ કરવામાં આવ્યુ હતુ. તેના ચેરમેન વિલીયમ જેઝલર દ્વારા પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારે પોરબંદરમાં પણ મહેર સમાજના અગ્રણીઓ સહિત લોકોએ તેને શુભેચ્છાઓ પાઠવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech