મુળીલા ગામમાં અગ્નિસ્નાન કરી લેનાર યુવકે સારવારમાં દમ તોડયો

  • March 25, 2021 10:42 AM 

ઓપરેશન બાદ મગજ બરાબર ચાલતું ન હોવાથી પગલું ભર્યું

કાલાવડ તાલુકાનાં મુળીલા ગામમાં પેટનું ઓપરેશન કરાવેલ ગરાસિયા યુવાનનું મગજ બરાબર ચાલતું ન હોય જેના કારણે કેરોસીન છાટીને સળગી જતાં સારવારમાં મૃત્યુ નિપજયું છે આ બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગતોના આધારે તપાસ ચલાવવામાં આવી રહી છે. બનાવના પગલે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

કાલાવડ તાલુકાનાં મુળીલા ગામમાં રહેતા બળદેવસિંહ દેવુભા જેઠવા ઉમર વર્ષ 46 નામના યુવાનને લગ્ન જીવન દરમિયાન સંતાન ન હોય અને પેટે ઓપરેશન કરાવ્યું હતું, તથા તેમનું મગજ બરાબર ચાલતું ન હોય જેથી ગત તારીખ 23 ના બપોરના સુમારે પોતાની મેળે શરીરે કેરોસીન છાંટી સળગી જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મુળીલામાં રહેતા ભીખુભા દેવુભા જેઠવાએ ગ્રામ્ય પોલીસમાં કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS