ટ્રેનમાં બાળકી સાથે હતો યુવક, પોલીસે પૂછ્યો સવાલ તો ચોંકાવનારું રહસ્ય આવ્યું સામે

  • August 05, 2024 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના મોતિહારી રેલવે સ્ટેશન પર ચોકાવનારી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા બંજરીયા પોલીસ સ્ટેશન વિસ્તારના સિસ્વા ગામમાં એક બાળકી તેના ઘરે સૂતી હતી, ત્યારે મોડી રાત્રે એક શખ્સ ઘરમાં પ્રવેશ કરી ગાઢ નિંદ્રામાં સૂતેલી બાળકીને ઉપાડી ચોરી કરી ભાગી ગયો હતો. સવારે જ્યારે પરિવારના સભ્યોએ જોયું કે તેમની પુત્રી ગુમ છે. ત્યારે બધા હેરાન-પરેશાન થઈ ગયા હતા. ત્યાર બાદ બાળકીના પિતા દ્વારા બંજરીયા પોલીસ સ્ટેશનમાં જઈને પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.


બંજરીયા પોલીસ સ્ટેશને તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ મોતિહારી રેલવે સ્ટેશનને એક માહિતી મળી હતી. જેના કારણે સૌ ચોંકી ઉઠ્યા હતા. મોતિહારી રેલવે સ્ટેશનને માહિતી મળી હતી કે રક્સૌલથી હાવડા જતી મિથિલા એક્સપ્રેસ ટ્રેનમાં એક વ્યક્તિ એક છોકરીને લઈને જઈ રહ્યો છે. છોકરી એકદમ રડી રહી છે. તે કહી રહી છે- હું આ કાકાને જાણતી નથી. તેઓ મને બળજબરીથી ક્યાંક લઈ જઈ રહ્યા છે. મારે મમ્મી-પપ્પા પાસે જવું છે.


પોલીસે બાળકીનો બચાવ્યો જીવ :


માહિતી મળ્યા બાદ જીઆરપીએ છટકું ગોઠવ્યું અને આરપીએફની મદદથી બાળકીને યુવક સાથે મહેસી સ્ટેશન પર ઉતારી. આ પછી બંનેને મોતિહારી લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન ખબર પડી કે યુવક પડોશના ગામનો છે. તે બાળકીની ચોરી કરીને સુગૌલી સ્ટેશનથી કોલકાતા જતી મિથિલા એક્સપ્રેસમાં લઈ જતો હતો. આરોપીએ જણાવ્યું કે તે છોકરીને વેચવા માટે કોલકાતા લઈ જતો હતો. આના બદલામાં તેને મોટી રકમ મળવાની હતી.


પોલીસે બાળકીને કબજે કરીને તેના પરિવારને સોંપી દીધી છે. યુવકને આગળની કાર્યવાહી માટે બંજરીયા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો. યુવકની ટોળકીમાં હજુ પણ ઘણા લોકો સામેલ હોવાનું પોલીસ માની રહી છે. આ અંગે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application