મૂળ વડોદરાના આશાપુર ગામનો વતની યુવાન હાલમાં જ અહીં પેટીયુ રળવા આવ્યો હતો
જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે ગત મોડી રાત્રે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રકે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત થયું હતું.બનાવને લઇ દિવાળીના આ દિવસોમાં પરિવારમાં માતમ છવાય ગયો હતો.બનાવ અંગે પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતોમુજબ, મૂળ વડોદરા જિલ્લાના આશાપુરા ગામનો વતની અને હાલ જામકંડોરણા તાલુકાના સોડવદર ગામે પેટીયુ રળવા આવેલા અજય અર્જુનભાઈ રાઠોડ નામનો યુવાન ગત મોડી રાત્રે સોડવદર ગામે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલા ટ્રકે અજય રાઠોડને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અજય રાઠોડને સારવાર માટે ધોરાજીની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.અહીં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
અકસ્માતના આ બનાવની જાણ થતા જામકંડોરણા પોલીસ મથકના ઈલાબેન પરમાર સહિતના સ્ટાફ અહીં પહોંચી જઇ મૃતકનું પીએમ કરાવી અને મૃતદેહ વાલીવારસને સોંપી અને ટ્રક ચાલક સામે ગુનો નોંધવા અને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.દિવાળીના આ તહેવારના દિવસોમાં યુવાનનું અકસ્માતમાં મોત નિપજતા શ્રમિક પરિવારમાં માતમ છવાય ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech