ધ્રોલની રોજીયા સીમમાં બાઇકની અડફેટે યુવાનનું મોત

  • July 07, 2021 10:20 AM 

સાઈકલ લઈને વાડીએ જતાં યુવાનને કાળ ભેટયો

ધ્રોલ તાલુકાના રોજીયાથી હમાપર તરફના રોડ પર ગઇકાલે મોટરસાયકલના ચાલકે બેદરકારીથી ચલાવીને સાઈકલ ચાલકને અડફેટે લઇ ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું.

મૂળ દાહોદ જિલ્લાના હોળી ફળીયુ ઉડાર ગામના વતની અને હાલ ધ્રોલના રોજીયા ગામે વાડી ખાતે રહેતા મુકેશભાઈ ભલાભાઇ મોહનીયા ઉમર વર્ષ 26 નામનો યુવાન ગઈકાલે પોતાની સાઇકલ લઇને રોજીયા ગામમાંથી વાડીએ જતા હતા ત્યારે રોજીયા અને હમાપર વચ્ચેના રોડ પર અજાણ્યા મોટરસાયકલના ચાલકે પુરઝડપે, ગફલતભરી રીતે ચલાવીને ફરિયાદીના પતીની સાયકલને હડફેટે લેતાં ગંભીર ઈજા કરી મોત નિપજાવી આરોપી પોતાનું બાઇક લઇને નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે હાલ રોજીયા ગામમાં રહેતી સરલાબેન મુકેશભાઈ મોહનીયા દ્વારા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા મોટરસાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS