મોટી બાણુગર પાસે ટ્રકે ભારવાહક વાહનને ઠોકર મારતા યુવાનને ઇજા

  • April 07, 2021 10:50 PM 

રોડની સાઈડમાં પાર્ક કરેલા વાહનને અડફેટે લીધું

જામનગર નજીક મોટી બાણુગરના બસ સ્ટેન્ડ પાસે રોડ સાઈડ પાર્ક કરેલા ભારવાહક વાહનને પાછળથી ટ્રકવાળાએ ઠોકર મારી અકસ્માત સર્જાયો હતો જેમાં ફરિયાદી યુવાનને માથાના પાછળના ભાગે કાચ લાગતા ઈજા પહોંચી હતી.

જામનગર તાબેના મોટી બાણુગર ગામમાં રહેતા હરેશકુમાર મગનભાઈ પારીયા ઉમર વર્ષ પચ્ચીસ એ ગઈ કાલે પંચકોશી એ ડીવીઝનમાં ટ્રક નંબર જીજે 10ટીવી 7814 ના ચાલક સામે ફરિયાદ કરી હતી કે, હરેશભાઈ પોતાનું ભાર વાહક વાહન 709 નંબર જીજે 3 વાય 7436 ગઈકાલે મોટી બાણુગર ના બસ સ્ટેન્ડ પાસે રોડની સાઈડમાં પાર્ક કરીને નીચે ઉતારે ત્યારે ઉપરોક્ત નંબરના ટ્રક ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફીકરાઈથી ચલાવીને રોડ સાઇડમાં ઉભેલ ફરિયાદીના વાહનને પાછળથી ઠોકર મારી હતી. અકસ્માતમાં ફરિયાદીના માથાના પાછળના ભાગે ટ્રકના કાચ લાગતા ઈજા પહોંચી હતી. ફરિયાદના આધારે પોલીસે ટ્રકચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS