અંબર છત્રી પાસે રીક્ષાએ બાઇકને ઠોકર મારતા યુવાનને ફેક્ચર

  • March 18, 2021 11:29 AM 

જામનગર શહેરના અંબર છત્રી પાસે ઓટોરિક્ષાએ બાઇકને ઠોકર મારતા એક યુવાનને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.આ અંગે રીક્ષા ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે.

જામનગર નજીક શેખપાટ ગામમાં મંદિરની બાજુમાં રહેતા ચંદ્રેશભાઇ મનસુખભાઈ માંઘોડિયા ઉમર વર્ષ 28 નામનો યુવાન પોતાનો સામાન લઈને મોટર સાયકલ માં ગઈકાલે અંબર છત્રી રોડ પરથી પસાર થતો હતો ત્યારે ઓટો રીક્ષા નંબર જીજે ૧૮ એ વાય 2969 નાં ચાલકે પૂરઝડપે બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ચંદ્રેશભાઇને ગોઠણ નીચે તથા પંજાના ભાગે ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી, આ અંગે તેમણે ઓટોરિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS