ગૃહ ઉધોગ માટે ઓનલાઈન મશીન મગાવતા યુવાન સાથે થઈ છેતરપિંડી

  • March 27, 2024 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને ફેસબુકમાં ઓનલાઈન ગૃહ ઉધોગ માટેની જાહેરાત જોયા બાદ તેનું મશીન મંગાવવા માટેની વાત કરતા પિયા ૭૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા બાદ યુવાનનો ફોન ઉપાડવાનું બધં કરી દીધું હતું. જેથી આ અંગે યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી વિગતો મુજબ, મવડી પ્લોટ વિસ્તારમાં ગોપાલપાર્ક શેરી નંબર ૪ માં રહેતા અને ભકતિનગર સ્ટેશન પ્લોટ બોમ્બે હોટલ નજીક મેટ્રો હાઉસ બિલ્ડિંમાં ભાડાની દુકાનમાં મેજરમેન્ટના ઇન્સ્ટ્રુમેન્ટ રીપેરીંગનું કામ કરનાર હિતેશભાઈ જયસીંગભાઇ બારડ દ્રારા આ અગં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના ગ્લોબલ ગૃહ ઉધોગની પેઢીના સંચાલક અને પિયુષના નામ આપ્યા છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૯૨૨૦૨૪ ના તે પોતાની દુકાને હતો અને ફેસબુક જોતો હતો ત્યારે ઈલેકટ્રીક ઓઇલ બનાવવાના મશીનની જાહેરાત જોઈ હતી યુવાનને ગૃહ ઉધોગ તરીકે ઇલેકટ્રીક કોઈલ બનાવવાનું શ કરવું હોય જેથી તેમણે આ જાહેરાતમાં આપેલ નંબર પર સંપર્ક કરતા સામેવાળી વ્યકિતએ પોતાનું નામ જણાવ્યું ન હતું અને કહ્યું હતું કે, અમદાવાદમાં આવેલ ગ્લોબલ ગૃહ ઉધોગમાંથી પોતે બોલે છે. જેથી યુવાને કહ્યું હતું કે મારે આ ઈલેકટ્રીક કોયલ બનાવવાનું મશીન જોવું છે જેથી આ શખસે કહ્યું હતું કે, રાજકોટમાં આ મશીન ચાલે છે તમે કોઠારીયા સોલવન્ટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જજો અહીં પિયુષભાઈ હશે અને તેના નંબર પણ આપ્યા હતા.
બાદમાં યુવાને આ નંબર પર સંપર્ક કરી પિયુષભાઈ સાથે વાત કરતા તેણે કિસાન ગૌશાળાની બાજુમાં રેલ્વે લાઈનની પાસે શેડ છે તેમ કહ્યું હતું જેથી યુવાન સાંજના સમયે અહીં ગયો હતો. યાં પિયુષભાઈ તેને મળ્યા હતા અને આ મશીન બતાવ્યું હતું. બાદમાં યુવાને તારીખ ૨૦૨૨૦૨૪ ના સવારના આઠેક વાગ્યે આ શખસનો કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારે મશીન લેવાનું છે કે નહીં જેથી યુવાને કહ્યું હતું કે, હત્પં બપોર સુધીમાં વિચારીને કહીશ. ત્યારબાદ મશીન લેવા બાબતે ડોકયુમેન્ટ સહિતની વાત થઈ હતી અને પિયા ૭૦૦૦ માં આ મશીન આવશે તેમ પણ કહ્યું હતું. ત્યારબાદ યુવાને પિયા ૭૦૦૦ નું પેમેન્ટ કરતા આ શખસે કહ્યું હતું કે,૨૪૨ સુધીમાં તમા મશીન આવી જશે. યુવાન તા. ૨૫ ના રોજ કોલ કરતા આ શખસે કહ્યું હતું કે, હજુ ચાર પાંચ દિવસ લાગશે એક સાથે બધા મશીન નીકળશે. જેથી યુવાને કહ્યું હતું કે, મારે મશીન નથી જોઈતું. મને મારા પૈસા પરત આપો. આવું કહેતા જ ફોન કટ થઈ ગયો હતો બાદમાં યુવાને ફોન કરવાની કોશિશ કરતા ફોન ઉપાડતા ન હોય પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં આ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News