રૈયાધારમાં રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા યુવાનને ૩ શખસોએ પાઇપથી મારમાર્યો

  • May 26, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રૈયાધાર મચ્છુનગર ટાઉનશિપની સામે મફતિયાપરામાં રહેતા યુવાને આ જ વિસ્તારમાં રહેતા શખસને રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા આ શખસે માથાકૂટ કરી હતી. બાદમાં આ શખસ સહિતનાએ મળી યુવાનને પાઇપ વડે મારમાર્યો હતો. તથા વચ્ચે પડતા તેના ભાઇ અને બહેનને પણ મારમાર્યો હતો. આ અંગે યુવાનની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં રહેતા વિશાલભાઈ મનસુખભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા અજય હમીરભાઇ રાફુચા, જીવણ ગાંડાભાઈ, વિશાલ હમીરભાઇ રાફુચાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદી વિશાલ તેના ઘર પાસે હતો ત્યારે આરોપી અજય હમીરભાઇ રાફુચાએ તેની રીક્ષા શેરીમાં રાખી હતી એ દરમિયાન વિશાલ મકવાણાએ આરોપીને રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈને ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો.આ બાદ ફરિયાદી પોતાના ઘર પાસે જતા આરોપીઓ અજય હમીરભાઇ રાફુચા, જીવણ ગાંડાભાઈ, વિશાલ હમીરભાઇ રાફુચાએ ફરિયાદી વિશાલ મકવાણા, તેનો ભાઈ અતુલ અને તેની બહેન સુમનને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપી અજયે લોખંડનો પાઇપ લઇ વિશાલને સાથળના ભાગે મારતા મુંઢ માર ઇજા પહોચાડી હતી. આ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપીઓ સામે બીએનએસ કલમ નં.૧૧૫(૨),૩૫૨(૫), જીપી એક્ટ ૧૩૫ હેઠળ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application