શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલા રાણીમાં ડીમાં ચોકમાં પૈસાની લેતીદેતી મામલે યુવાન પર છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે ત્રણ શખસો સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના રૈયાધાર વિસ્તારમાં રવેચી પ્રોવિઝન સ્ટોરની સામે રહેતા પ્રકાશ ડાયાભાઈ જાદવ(ઉ.વ ૨૫) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે મૈયા બાંધવા,કેડી બાંધવા અને વિજય વના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણે ચારેક દિવસ પૂર્વે મૈયા બાંધવા પાસેથી ૧૦,૦૦૦ ઉછીના લીધા હતા જે પરત આપી દીધા હતા. દરમિયાન ગઈકાલ રાત્રિના યુવાન રાણીમાં ડીમાં ચોક પાસે ઉભો હતો ત્યારે આરોપીઓ તેની પાસે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તારે હજુ પૈસા દેવાના બાકી છે તેમ કહી ગાળો આપી કે.ડી.એ યુવાનને પકડી રાખ્યો હતો અને મૈયાએ પોતાની પાસે રહેલ પાઇપ વડે યુવાન પર હત્પમલો કરી દીધો હતો તેમજ વિજય વએ છરીના ઘા ઝીંકી દીધા હતા. દરમિયાન યુવાનનો ભાઈ આવી જતા આ શખસોએ બંને ભાઈઓને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા હતા અને બાદમાં કહ્યું હતું કે, જે પૈસા બાકી છે તે આપી દેજે ત્યારબાદ યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે મારામારી, ધમકી અને એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
યારે અન્ય એક બનાવમાં મૂળ ભાણવડ પંથકનો વતની અને હાલ રાજકોટમાં પુષ્કરધામ રોડ પર કેવલમ સોસાયટી સામે કવાર્ટરમાં રહી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવનાર રમેશ નારણભાઈ ભાદરવાડા (ઉ.વ ૩૫) નામનો યુવાન તારીખ ૮ ૧ ના સાંજના કે.કે.વી ચોક પાસે રીક્ષા લઇ પેસેન્જરની રાહ જોઈ ઉભો હતો ત્યારે અન્ય એક રીક્ષા ચાલક રીક્ષા બાજુમાં રાખતા યુવાને કહ્યું હતું કે તમારી રિક્ષા થોડીક આગળ રાખો હત્પં પેસેન્જર ભં છું. દરમિયાન આ બાબતે આ શખસે ઝઘડો કરી અન્ય બે શખસોને બોલાવી યુવાનને ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યેા હતો. જે અંગે યુવાને બાદમાં તેને માર મારનાર કમલેશ, નીતિન અને વિશાલ નામના શખસો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech