અમેરિકાના પેન્સિલવેનિયામાં એક યુવકે એપાર્ટમેન્ટમાં ઘૂસીને ગોળીબાર કર્યેા, આ ઘટનામાં ૩ લોકોના મોત થયા, યારે ૩ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ગોળીબાર કરીને ભાગી રહેલા ગુનેગારનો પોલીસે પીછો કર્યેા, આ દરમિયાન તેણે પોલીસ પર પણ ફાયરિંગ કયુ, જે બાદ જવાબી ફાયરિંગમાં આરોપીનું મોત થઈ ગયું.
પેન્સિલવેનિયા સ્ટેટ પોલીસના લેટનન્ટ કર્નલ યોર્જ બિવેન્સે મીડિયાને જણાવ્યું કે પોલીસે ૨૨ વર્ષીય હત્પમલાખોર રિકી શેનનને ગોળી મારીને ઠાર કરી દીધો. પોલીસે જણાવ્યું કે ગોળીબાર બાદ આરોપી ટ્રકની મદદથી ભાગી રહ્યો હતો. પોલીસે આરોપીનું એન્કાઉન્ટર કર્યા બાદ ટ્રકની તલાશી લીધી, યાં ૧૯ વર્ષની યુવતીનો મૃતદેહ મળી આવ્યો.
પોલીસે જણાવ્યું કે મૃતક યુવતીનું નામ શેનન લેન્કેસ્ટર છે. તે કાઉન્ટીના માઉન્ટ જોયના એપાર્ટમેન્ટમાં એ વ્યકિત સાથે અંદર ગઈ હતી, યાં પરિવારના ત્રણ લોકોને ગોળી મારી દેવામાં આવી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી, તે વ્યકિતના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે કે ટ્રકમાં પુષ સાથે મુસાફરી કરી રહેલી યુવતીને ગોળી કોણે મારી? પોલીસના જણાવ્યા અનુસાર, શેનને ઘરમાં ઘૂસતાની સાથે જ ફાયરિંગ શ કરી દીધું હતું. કર્નલ યોર્જ બિવેન્સે કહ્યું કે બંને વચ્ચે કોઈ પ્રકારનો ઘરેલુ વિવાદ હતો. આ વાતને નકારી શકાય તેમ નથી. બિવેન્સે કહ્યું કે શકય છે કે ઘરમાં જ યુવતીને ગોળી વાગી હતી.
માહિતી અનુસાર, ઇમરજન્સી કોલ સવારે ૪:૧૫ વાગ્યે આવ્યો હતો. માઉન્ટ જોય પોલીસે મિનિટોમાં શેનોનના લાલ પીકઅપ ટ્રકને જોયો, અને તેનો પીછો શ કર્યેા હતો. પોલીસે ૩૦ મિનિટથી વધુ સમય સુધી આરોપીનો પીછો કર્યેા, દરમિયાન આરોપીનો ટ્રક ૧૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે ભાગી રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે પીછો કરવા દરમિયાન ટ્રક રોંગ સાઈડ પર પણ ભાગી રહી હતી અને આ દરમિયાન અનેક અકસ્માતો પણ સર્યા હતા. બિવેન્સના જણાવ્યા મુજબ અન્ય વાહનચાલકોને ગંભીર ઈજા થઈ ન હતી.
આખતે પોલીસે જયારે ટ્રકને રોકી તો શેનોને તરત જ પેટ્રોલિંગ કાર પર ગોળીબાર શ કરી દીધો, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યેા અને આરોપીને ઠાર માર્યેા. બિવેન્સે જણાવ્યું કે, પોલીસને એ વાતની જાણ ન હતી કે ૧૯ વર્ષીય યુવતી ટ્રકમાં છે, પછી તપાસ કરતા તેમણે યુવતીની લાશ મળી. ડોફિન કાઉન્ટીના ડિસ્ટિ્રકટ એટર્ની ફ્રેન ચાર્ડેાએ જણાવ્યું કે તેઓ આ અંગે આગળ તપાસ કરી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળાની ઋતુમાં લગ્નમાં સાડી સાથે ઠંડીથી બચવા પહેરો આ કપડાં જેથી દેખાશે સ્ટાઇલિશ લુક
November 23, 2024 04:58 PMફ્રીજમાં રાખેલા વાસી ભાતને ક્યારેય ફેંકશો નહીં, તે બચાવી શકે છે કેન્સર જેવી બીમારીઓથી
November 23, 2024 04:56 PMમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો બાદ દેવેન્દ્ર ફડણવીસનું જાણો પહેલું નિવેદન, કોણ બનશે આગામી CM?
November 23, 2024 04:09 PMદિલજીત દોસાંજના કોન્સર્ટની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ, મુંબઈમાં આ તારીખે છે કોન્સર્ટ
November 23, 2024 04:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech