માટી બચાવો અભિયાનને લઈ ઉત્તરપ્રદેશનો યુવક 30 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ ભારત ભ્રમણ કરવા નીકળ્યો.

  • February 17, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માટી બચાવો અભિયાનને લઈ ઉત્તરપ્રદેશનો યુવક 30 હજાર કિલોમીટરની સાયકલ યાત્રાએ ભારત ભ્રમણ કરવા નીકળ્યો. જામનગરના લાખોટા તળાવ ખાતે યુવક આવી પહોચતા મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. 




ઉત્તર પ્રદેશના ઝાંસી પાસેના લલિતપુર ખાતેથી યુવકે માટી બચાવો અભિયાનની શરૂઆત કરી છે. મોહિત નિરંજન નામનો 23 વર્ષીય યુવક માટી બચાવો અભિયાનને લઈ 30 હજાર kmની સાયકલ યાત્રાએ નીકળ્યો છે. યુવક ભૂમિ સરક્ષણ વિશે જાગૃતિ લાવવા ભારતભરમાં સાયકલ યાત્રા કરી રહ્યો છે. માટી બચાવોની અદભુત પહેલને ટેકો આપવા અને સભાગ્રહ માટે જાગૃતિ લાવવા જામનગરના લાખોટા તળાવ ખાતે ઇશા ફાઉન્ડેશનના સભ્ય જય શુક્લા સહિતના સભ્યોએ યુવકનું સ્વાગત કર્યું હતું. 



માટીના પોષક તત્વો ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે જે અંગે ખેડૂતોમાં જાગૃતતા આવે તે માટે ઈશા ફાઉન્ડેશનના પ્રણેતા સદગુરૂજી દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે SAVE SOIL ના નામે માટી બચાવો અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે. યુપીના યુવકે આ અભીયાનને આગળ વધારતા દેશભરમા સાયકલ યાત્રા એ નિકળ્યો છે. લોકોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં માટી બચાવ અભિયાન અંગે જાગૃતતા આવે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application