ખંભાળિયા નજીકના રામનગર વિસ્તારમાં રહેતા અરૂણભાઈ ખીમાભાઈ વસરા નામના 29 વર્ષના યુવાન ગઈકાલે સોમવારે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 15 કિલોમીટર દૂર જામનગર હાઈવે પર ખાનગી કંપનીના મેઈન ગેઈટ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે અરુણભાઈ વસરાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
રાવલ ગામે જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા જુગાર દરોડો પાડીને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માલદે લાખા ગામી, દિનેશ હીરા જાદવ, રમેશ લખમણ જમોડ, સુકા ચના વાઘેલા, મસરી હીરા વાઘેલા, અરજણ ભીમશી સોલંકી, મોહન ઘેલાભાઈ જાદવ, ભગત ઉર્ફે મોહન કાના જાદવ અને ધીરુ ચના વાઘેલા નામના નવ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 11,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટીયાના રણજીતપુર ખાતે શિવ મહાપુરાણ જ્ઞાન કથાનો પ્રારંભ
April 22, 2025 01:14 PMજામનગર શહેર-જિલ્લા કોંગીને ખરેખર મજબૂત સુકાની મળી શકશે...?
April 22, 2025 01:11 PMજામનગર: દરેડ ખાતે PGVCL સ્ટોરમાં પડેલા ભંગારના વજનમાં ગોટાળા કરી લાખોનું કૌભાંડ
April 22, 2025 12:58 PMબંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે સન્માન સભા યોજાઈ
April 22, 2025 12:33 PMઇટ્રા ખાતે મૂત્રમાર્ગને લગતી સમસ્યા માટે વિનામૂલ્યે નિદાન સારવાર
April 22, 2025 12:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech