વીંછિયાના આંકડીયા ગામના વ્યાજખોરોએ મોઢુકા ગામના વેપારી પાસેથી ૧૦ ટકા તોતિંગ વ્યાજ વસુલ્યું હતું. વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી બળજબરીપૂર્વક પીયા પડાવી લઇ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં. જે અંગે પોલીસે પાંચ વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વીંછિયાના મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે રહેતાં યોગેશભાઈ રાજેશભાઈ વેગડ (ઉ.વ.૨૧) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મહાવીર નરેશ ચાવડા, રોહિત ચાવડા, મંગળુ કરપડા, ઓગુ ચાવડા, નાગરાજ ભાભલૂ ચાવડા (રહે.તમામ આંકડિયા ગામ) ના નામ આપ્યા છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેને મોઢુકા ગામે સોમનાથ ચોકડી પાસે મહાકાળી ટી–સ્ટોલ એન્ડ પાન સેન્ટર નામની દુકાન આવેલી હોય ત્યા બેસી વેપાર કરે છે. એક વર્ષ પહેલા મોઢુકા ગામે મકાન બનાવ્યું ત્યારે મામા રાજેશભાઈ સાપરા પાસેથી હાથ ઉછીના .૩ લાખ લીધા હતા. પૈસાની સગવડ થતી તેમ મામાને પરત આપતો હતો. છ– મહિના પહેલા મામાએ કહેલ કે, મારે ૩૦–૪૦ હજાર પિયાની જરત છે, જેથી તેને કહ્યું હતુ કે, હત્પં પિયા આપી દઇશ.
યુવક પાસે ૩૦ હજાર ન હોય જેથી તા.૦૫૧૨૨૦૨૫ ના આકડીયા ગામના મગળુભાઈ કરપડાને ફોન કરી વાત કરેલ કે, મારે ૩૦ હજાર જોઇએ છે. જેથી તેણે કહ્યું હતું કે, ૩૦ હજારનુ મહિને ત્રણ હજાર વ્યાજ થશે, ૧૦ ટકા વ્યાજ લઇશ તેમ કહેતા હા પાડી હતી.
એક મહીનો થતા તા.૦૯૦૧૨૦૨૬ ના મગળુભાઇને .૩ હજાર આપવા માટે જતા તેને કહેલ કે, તે ત્રણ દિવસ મોડુ વ્યાજ આપેલ છે. જેથી તારે મને પેનલ્ટીના ૧૦ હજાર વધારે આપવા પડશે, પેનલ્ટીના દશ હજાર દેવાની ના પાડતા મંગળૂભાઇએ ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી. બાદ ઓગુ ચાવડા અવાર નવાર દુકાને આવતા હોય અને કહેલ કે તારે પૈસાની જર હોય તો મને કહેજે જેથી દવાખાના કામ માટે તેની પાસેથી .૮૦ હજાર ૧૦ ટકા લેખે લિધેલ જેનુ મહીને . ૧૦ હજાર વ્યાજ આપે છે.
આ ઓગુભાઇને ૪૦ હજાર આપી દિધેલ છતાં હજુ . ૯૦ હજાર હજાર માંગે છે અને અવાર નવાર પિયા માગતા હોય જેથી કહેલ કે, આટલુ બધુ વ્યાજ ન હોય કહેતાં ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હતા. યુવકને સતત દવાખાનાનુ કામ રહેતાં અને નાગરાજ દુકાને આવતા હોય જેથી નાગરાજ ચાવડા પાસેથી .૫૦ હજાર ૧૦ ટકા લેખે લિધેલ જેનુ મહીને . ૫ હજાર આપે છે અને . ૪૦ હજાર આપી દિધેલ છે. હજુ . ૬૦ હજાર માંગતા હોય જેથી યુવકે કહેલ કે, આટલા બધા પિયા થતા નથી તો ગાળો આપી મારી નાખવાની ધમકી આપેલ હતી.
યુવકને પૈસાની વધુ જરત હોય જેથી આકડીયા ગામના મહાવીર ચાવડા પાસેથી તા.૨૦૦૧૨૦૨૬ ના રોજ ૩૦ હજાર લીધેલ જેનુ વ્યાજ ૧૨ ટકા લેખે મહિને ચાર હજાર આપવાનુ કહ્યું હતુ. તે પિયા મગળુભાઈને તા.૨૦૦૧ ના .૪૫ હજાર આપી દીધેલ અને મહાવિરને દર મહિને ચાર હજાર વ્યાજ આપે છે. મહાવિરને આજ સુધીમા . ૨૫ હજાર આપી દિધેલ હોય તેમ છતા તે બે લાખ માંગે છે અને આંકડીયા ગામના રોહીતભાઈ ચાવડા પાસેથી ત્રણેક મહીના પહેલા . ૪૦ હજાર ૧૨ ટકા લેખે જેનુ મહીનાનુ વ્યાજ પાંચ હજાર આપે છે. રૂા.૨૫ હજાર આપી દિધેલ અને હજુ . ૫૦ હજાર આ રોહીત ચાવડા માંગે છે અને સાત દિવસ પહેલા દુકાને હાજર હતો ત્યારે મહાવીર ચાવડા તથા રોહીત ચાવડા બન્ને બાઈકમાં આવેલ અને આ કહ્યું હતું કે, તારે મને પીયા ૨ લાખ દેવાના બાકી છે અને રોહીત ચાવડાએ કહેલ કે, તારે રૂા.૫૦ હજાર દેવાના બાકી છે, અમા વ્યાજ આપી દે નહિ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. યારે મહાવીરે યુવકના ખીસ્સામાં રહેલ રૂા.ચાર હજાર બળજબરી પૂર્વક કાઢી લીધા હતાં.જેથી અંતે યુવાને આ ફરિયાદ નોંધાવી છે