લોધિકા તાલુકાના છાપરા ગામ પાસે ટાટા ૪૦૭ વાહને બાઇકને હડફેટે લેતા કુતીયાણાના ગઢવાણા ગામે રહેતા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું.યુવાન જામનગર કડીયાકામ ગયા બાદ મેટોડા જીઆઇડીસીમાં રહેતા ભાણેજના ઘરે આંટો મારવા જતો હતો દરમિયાન આ ઘટના બની હતી.યુવાનના મોતથી માસુમ પુત્રે પિતાની છત્રછાયા ગૂમાવી છે.બનવાને લઇ મેટોડા પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર ટાટા ૪૦૭ ના ચાલક સામે ગુનો નોંધી તેેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકા તાલુકાના છાપરા ગામ બસ સ્ટેન્ડ પાસે સમી સાંજના ટાટા ૪૦૭ નં.જીજે ૧૦ ટીવાય ૦૨૬૮ ના ચાલકે બાઇક ન.ં જીજે ૧૦ એઇ ૫૯૮૮ ને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા બાઇક ચાલક યુવાન પ્રકાશ મંગાભાઇ સોલંકી(ઉ.વ ૨૯ રહે. ગઢવાણા તા. કુતીયાણા) નું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. બનાવની જાણ થતા મેટોડા જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર લોધિકા ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતના આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, કુતિયાણાના ગઢવાણા ગામે રહેતો યુવાન બે બાઈ બે બહેનના પરિવારમાં સૌથી નાનો હતો તેને સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. યુવાન કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે કડિયા કામ માટે જામનગર ગયો હતો યાંથી પરત ફરતા સમયે મેટોડા જીઆઇડીસીમાં રહેતા તેમના ભાણેજ રાજેશભાઈના ઘરે આંટો મારવા જતો હતો દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આ બનાવને લઈ મૃતક યુવાનના ભાણેજ રાજેશ દેવશીભાઈ વારગીયા (ઉ.વ ૨૨ રહે. ગ્લોરીય સોસાયટી, પાઠક સ્કૂલની સામે,મેટોડા જીઆઇડીસી, મૂળ ભુપત આંબરડી તા. જામજોધપુર) ની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સર્જી વાહન અહીં વાહન મૂકી નાસી જનાર વાહન ચાલક વિદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech