જેતપુરમાં નવાગઢમાં રહેતા યુવાનને તેણે પારકી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકા રાખી તેને મળવા બોલાવી બાદમાં તેને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ગુનાહિત કાવતરૂ રચી હુમલો કર્યા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નગાવઢમાં પટેલ ચોક પાસે રામજી મંદિર પાસે રહેતા અંકિત જીતેન્દ્રભાઇ રાદડીયા(ઉ.વ ૩૦) નામના યુવાને જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં જ રહેતા ભુપત ભુવા, હાર્દિક ભરતભાઇ ગોંડલીયા, આશીષ ભરતભાઇ ગોંડલીયા અને દિવ્યાંગ કીશોરભાઇ ગોંડલીયાના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે નવાગઢમા ઇલાહી ચોકમાં નંદગોપાલ નામનું સાડીનું કારખાનું ચલાવે છે.ગત તા. ૨૩/૨ ના રોજ સાંજના તેને તેના મિત્ર રાજ કોરાટના સસરા ભુપતભાઇ ભુવાના મોબાઇલ પરથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,તારા ઇન્સ્ટગ્રામ આઇડીથી તે હાર્દિક ગોંડલીયાની પત્નીને મેસેજ કર્યો છે.જેથી તારી સાથે પાંચ મીનીટ વાત કરવી છે. તેમ કહી યુવાનને મળવા બોલાવતા યુવાન રાત્રીના સવા બારેક વાગ્યે તેના મિત્ર કૃતિક કોટડીયા અને સારાંશ શુકલા સાથે તત્કાલ ચોક પાસે નાસતો કરી સરદાર ચોક પાસે ગીતા બેટરીએ ગયા હતાં.જયા થોડીવારમાં ભુપતભાઇ,હાર્દિક, આશીષ અને દીવ્યાંગ આવી ગયા હતાં.
બાદમાં આ ભુપતભાઇએ કહ્યું હતું કે, તે હાર્દિકની પત્નીને કેમ મેસેજ કર્યા હતાં? યુવાને કહ્યું હતું કે, મેં મેસેજ કર્યા નથી.તમે મોબાઇલ જોઇ લો બાદમાં યુવાને મોબાઇલ જોવા આપતા આ શખસોએ મોબાઇલ જોયા બાદ તેમાં કંઇ ન મળતા યુવાનને ગાળો આપી તારૂ બીજી આઇડી છે આપ કહેતા યુવાને કહ્યું હતું કે, મારૂ કોઇ બીજુ આઇડી નથી તેમ છતા તેની સાથે માથાકૂટ કરી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં.આ સમયે યુવાનના મિત્ર વચ્ચે પડતા આ શખસોએ તેમને કહ્યું હતું કે આ તમારી મેટર નથી.તમે વચ્ચે ન પડો. બાદમાં યુવાનને ગલગલીયા હોટલ લઇ ગયા બાદ અહીં પણ ગાળો આપી હતી.યુવાને કહ્યું હતું કે, મારૂ કોઇએ ખોટુ આઇડી બનાવ્યું હશે તેમછતા આ શખસોએ કહ્યું હતં કે, તે આઇડી તારે શોધવાનું છે. જેથી યુવાને આ ચારેય શખસો સામે ગુનાહિત કાવતરૂ રચી મળવા બોલાવી બાદમાં ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના આધારે જેતપુર સિટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech