દ્વારકાના દરિયામાં લાલપુર તાલુકાના જસાપર ગામનો યુવક દરિયામાં લાપતા થતા હેલીકોપ્ટરની મદદ લેવાઇ

  • July 06, 2021 09:57 AM 

ત્રીસ કલાક બાદ યુવકનો મૂર્તદેહ પંચકુઇ દરિયાઇ વિસ્તાર કાઠા તરફથી મલ્યો

દ્વારકા ભાઇબંધ દોસ્તાર સાથે રવિવારે દર્શનાથે આવેલ લાલપુર તાલુકાના જસાપર ગામનો રાજેશ જોગલ નામના ૨૮ વર્ષિય યુવક ગોમતીધાટ સામે આવેલ પંચકુઇ બિચ દરિયાઇ વિસ્તારમાં નાહ્વા પડ્યા બાદ દરિયામાં લાપતા થતા  યુવક મલી ન આવ્યો હોય ત્યારે સોમવારે સવારે દ્વારકાના દરિયામાં યુવકની શોધખોળ માટે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.

હેલીકોપ્ટર દ્વારા દરિયામાં લાપતા થયેલ યુવકની શોધખોળ કરવામાં આવી હતી. યુવક મલી ન આવ્યો હોય પરંતું ત્રીસ કલાક બાદ સાંજ પાંચ વાગ્યા આસપાસ ગોમતીધાટ સામે આવેલ પંચકુઇ દરિયાઇ વિસ્તારમા દરિયા કાઠેથી યુવકનો મૂર્તદેહ મલ્યો હતો. રેસ્કયુંટીમ અને દ્વારકા પોલીને જાણ થતા ધટના સ્થડે પહોચી પોલીસે પંચનામું કરી ડેડબોડીને દ્વારકા સરકારી હોસ્પીટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS