દેગામના યુવાનનું ભોદ ગામના પાટિયા પાસે વિચિત્ર રીતે નીપજ્યું મોત

  • August 31, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર નજીકના દેગામ ગામે વાડી વિસ્તારમાં રહેતા યુવાનનું ભોદ ગામના પાટીયા પાસે વિચિત્ર સંજોગોમાં મોત થતા ભારે અરેરાટી ફેલાઇ છે.
દેગામ ગામે વાડી વિસ્તારમાં રહેતા દિનેશ સુંડાવદરા દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું છે કે,દેગામ વાડી વિસ્તારમાં રહેતા હરદાસભાઇ હાજાભાઇ સુંડાવદરા (ઉ.વ.૪૨) તેમના કુટુંબી ભાઈ ભોદ નજીક આશાબા પીરના પાટીયા પાસે રહેતા ખીમાભાઈ વિરમભાઈ સુંડાવદરાની વાડીએ ગયા હતા અને ત્યાં તેમને ગભરામણ તથા ઉલટી થતી હોવાથી ખીમાભાઈ તેમને બાઈકમાં પાછળ બેસાડીને હરદાસભાઈને રાણાવાવના સરકારી દવાખાને લઇ જતા હતા ત્યારે રસ્તામાં ચક્કર આવતા હરદાસભાઈ નીચે પડી ગયા હતા અને પડી જવાને કારણે મુઢ ઈજા થવાથી અથવા હાર્ટએટેકને કારણે તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application