ઓખા નજીક અજાણ્યા આધેડનો મૃતદેહ સાંપડ્યો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે ધંધાની ચિંતામાં એક યુવાને ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો છે, જ્યારે ઓખા નજીક ગોપી તળાપ પાસે, શામળાસર વિસ્તારમાં એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા જોધાભાઈ કરસનભાઈ વરમલ નામના 45 વર્ષના ગઢવી યુવાન રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતા હોય અને તેમનો ધંધો સારો ચાલતો ન હોવાથી તેઓ છેલ્લા ઘણા સમયથી ચિંતામાં રહેતા હતા. આ વ્યથિત પરિસ્થિતિ વચ્ચે ગત તારીખ 18 ના રોજ તેમણે ભાટીયા ગામના રેલવે પ્લેટફોર્મ નજીક પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ઈશ્વરભાઈ જોધાભાઈ વરમલએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ઓખાથી આશરે 18 કિલોમીટર દૂર ગોપી તળાવ, શામળાસર વિસ્તારમાં ગઈકાલે રવિવારે સાંજના સમયે આશરે 50 થી 55 વર્ષના એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અજાણ્યા શખ્સનું હાર્ટ એટેક આવવાના કારણે કે અન્ય કોઈ કારણસર મૃત્યુ નિપજ્યું હોવા અંગે શામળાસર ગામના તેજાભા માણેકએ ઓખા મરીન પોલીસ મથકમાં જાહેર કર્યું છે. જેથી ઓખા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ના કાલાવડ રોડ પર ખીરસરા નજીક ફોર્ચ્યુનર કાર ડિવાઇડર પર થાંભલા સાથે ટકરાઈ
May 15, 2025 09:22 AMAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech