મોટીખાવડીમાં બાઈક સ્લીપ થતા પડી જતાં યુવાનનું મોત

  • June 01, 2021 11:08 AM 

બાઈક ચાલકે અચાનક બ્રેક મારતા બનેલો બનાવ, પરિવારમાં શોકની લાગણી

મેઘપર પડાણા વિસ્તારના પાયલ ધારથી આગળના રોડ પર મોટી ખાવડી પાસે ગત તારીખ 23 ના રોજ મોટરસાયકલ ચાલકે બેફીકરાઈથી ચલાવીને વનવેમાં અચાનક બ્રેક મારતા ગાડી સ્લીપ થઈ જતા બંને પડી ગયા હતા જેમાં હોન્ડાની પાછળ બેઠેલા યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું હતું.

ચોટીલાના ચામુંડા નગર વિસ્તારમાં રહેતી સંજના બેન મેહુલભાઈ સોલંકી ઉંમર વર્ષ 21 એ ગઈ કાલે મેઘપર પડાણા પોલીસમાં મોટરસાયકલ નમ્બર જીજે 10સીઆર4048 ચાલક સુનીલ જીતુભાઈ લકુમ રહે. જામનગર ગુલાબ નગર વાંઝા વાસ ની સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે ગત તારીખ 23 /4/ 21ના રોજ ફરિયાદીના પતી મેહુલભાઈ ઉંમર વર્ષ 23 આરોપી સુનિલ સાથે તેની મોટરસાઈકલની પાછળ બેસીને જામનગર થી મીઠાપુર વાસની ઝૂપડીનું કામ કરવા જતા હતા ત્યારે સિકકા પાટીયા વટી પાયલ ધરની આગળના રોડ પર પહોંચતા આરોપીએ પોતાની બાઇક પૂરઝડપે બેફિકરાઈથી ચલાવીને સામે વન-ડેમાં હાઈડ્રો નંબર જીજે 12સી એમ 0029 આવતા અચાનક બ્રેક મારી હતી,

આરોપીની મોટરસાયકલ રોડ પર સ્લીપ થતા બંને પડી જતા પાછળ બેઠેલા મેહુલ મનસુખભાઈ ને હાથ પગ, વાસામાં ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજયું હતું. આ ફરિયાદના આધારે પડાણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફરિયાદ અનુસંધાને પીએસઆઇ સિસોદિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે યુવાનના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ ગઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS